આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#EB
#cookpadindia
#cookpadgujarati
ઉનાળા ની ઋતુ માં જ્યારે ફળો નો રાજા કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને લગભગ બધાં ને જ કાચી અને પાકી બંને પ્રકાર ની કેરી પસંદ હોય છે.. ગરમી માં લાગતી લૂ ની બીમારી માં આ કાચી કેરી નું પીણું કે જેને આમ પન્ના કે ગુજરાતી માં કેરી નો બાફલો કેહવાય છે તે પીવાથી ઠંડક પ્રસરી જાય છે..
આ પીણું પિવાથી વિટામિન સી મળે છે જે ઇમ્મુનીટી વઘારવામાં પણ મદદ કરે છે. ખૂબ ઝડપ થી બની જતું આ આમ પન્ના સ્વાદ માં પણ ખૂબ ચટપટું લાગે છે.

આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

#EB
#cookpadindia
#cookpadgujarati
ઉનાળા ની ઋતુ માં જ્યારે ફળો નો રાજા કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને લગભગ બધાં ને જ કાચી અને પાકી બંને પ્રકાર ની કેરી પસંદ હોય છે.. ગરમી માં લાગતી લૂ ની બીમારી માં આ કાચી કેરી નું પીણું કે જેને આમ પન્ના કે ગુજરાતી માં કેરી નો બાફલો કેહવાય છે તે પીવાથી ઠંડક પ્રસરી જાય છે..
આ પીણું પિવાથી વિટામિન સી મળે છે જે ઇમ્મુનીટી વઘારવામાં પણ મદદ કરે છે. ખૂબ ઝડપ થી બની જતું આ આમ પન્ના સ્વાદ માં પણ ખૂબ ચટપટું લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યકિત
  1. ૨૦૦ ગ્રામ કાચી કેરી
  2. ૩૦૦ ગ્રામ ગોળ
  3. ૧૫ થી ૨૦ ફુદીના ના પાન
  4. ૧/૨ કપકોથમીર સમારેલી
  5. ૧ ટુકડોઆદું
  6. ૧ ટેબલ સ્પૂનજીરું
  7. ૩-૪ મરી
  8. ૧/૨ ટેબલ સ્પૂન વળીયારી
  9. ઈલાયચી
  10. ૧ ટેબલ સ્પૂનસંચળ પાઉડર
  11. ૧/૨ ટેબલ સ્પૂનચાટ મસાલો
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૨-૪ કેસર ના તાંતણા
  14. ગાર્નિશ માટે કાચી કેરી ની ચીરી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કાચી કેરી ના ટુકડા કરી કુકર માં ૧ કપ પાણી ઉમેરી ૩ થી ૪ સીટી મારી બાફી લેવી.

  2. 2

    હવે એક પેન માં સૂકા મસાલા માટે જીરું,મરી, વળીયારી ને ૧ મિનીટ માટે શેકો.પછી ઇલાયચી અને સંચળ પાઉડર નાખી ૧/૨ મિનીટ શેકી ઠંડું કરવા મૂકવું.

  3. 3

    ઠંડું પડે એટલે મસાલો મિક્ષિ માં ગ્રાઇન્ડ કરી લેવો. બીજી બાજુ કુકર ખોલી ને એમાં જ્યારે ગરમ હોય ત્યારે જ તેમાં ગોળ ઉમેરી લેવો જેથી તે સરળતા થી એમાં ઓગળી જાય.

  4. 4

    હવે મિક્સર જારમાં બાફેલી કેરી નું મિશ્રણ લઈ તેમાં ફૂદીનો, ધાણા, આદું, બરફ ના ટુકડા અને થોડું પાણી નાખી ગ્રાઇન્ડ કરી લેવું.

  5. 5

    હવે આ મિશ્રણને 1 વીક જેવું ફ્રીઝ માં સ્ટોર કરી શકાય.. વધારે સમય માટે સ્ટોર કરવું હોય તો ખાંડ ની ચાસણી બનાવી આ પલ્પ ભેળવીને પેસ્ટ બનાવી લેવી. હવે આ મિશ્રણમાં મીઠું, ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી દો.

  6. 6

    આ કેરી ના પલ્પ માંથી 4 થી 5 ટેબલ સ્પૂન પલ્પ ગ્લાસ માં બરફ ના ટુકડા લઈ ઉમેરવો. પછી ફુદીના ના પાન, કેરી ની ચીરી ઉમેરો.. પછી ઠંડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. ઉપર થી કેસર ના તાંતણા, મસાલો નાખી, કેરી ની ચીરી થી ગાર્નિશ કરીને ઠંડું ઠંડું સર્વ કરવું.

  7. 7

    તડકા માં બહાર ફરી ને ઘરે આવો ત્યારે ઠંડું ઠંડું આ આમ પન્ના પિવાથી લૂ લાગતી નથી.. ઇચ્છાનુસાર ગાર્નિશ કરીને સર્વ કરવું. ગ્લાસ ને લીંબુ લગાવી મરચું અને સંચળ પાઉડર ના મિશ્રણ માં બોડવાથી એક સરસ લાલ રીંગ બને છે જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes