ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
શેર કરો

ઘટકો

  1. ૨+૧/૨ કીલો(અઢી) કાચી કેરી
  2. ૫૦૦ ગ્રામ અથાણાનો મસાલો
  3. કીલો ગોળ
  4. ૨૫૦ ગ્રામ સરસીયુ/ સીંગતેલ
  5. ટે. સ્પૂન હળદર
  6. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરીને ધોઈ, લુછીને પછી તેની છાલ કાઢી નાખવી. (તમે છાલ રાખવી હોય તો રાખી શકો) પછી કેરીના નાના-નાના ટુકડા કરી લેવા.

  2. 2

    હવે આ ટુકડામાં હળદર અને મીઠું નાખી હલાવી લેવું. પછી ૨૪ કલાક ઢાંકીને રાખવું. ત્યારબાદ ટુકડાને હળદર-મીઠાના પાણીમાંથી કાઢી 1/2 કલાક કપડા પર છુટા પાથરવા.

  3. 3

    હવે ગોળને ઝીણો તોડી લેવો. સરસીયુ ૧૦ મીનીટ ગરમ કરી ઠંડું થવા દેવું. ત્યારબાદ એક મોટા વાસણમાં અથાણાનો મસાલો લેવો. તેમાં ઠંડું થયેલું સરસીયુ નાખવું. તેમાં કેરીના ટુકડા નાખી, હલાવી બરાબર મીક્ષ કરવું. હવે તેમાં ગોળ નાખી ખુબ સરસ રીતે મીક્ષ કરવું. હવે ગોળ ઓગળે ત્યાં સુધી ધીરે ધીરે હલાવવું.

  4. 4

    હવે તેને ૨ દિવસ ઢાંકીને રાખવું. વચ્ચે વચ્ચે સહેજ હલાવતા રહેવું. જેથી ગોળ બરાબર ઓગળી જાય.
    ૨ દિવસ પછી અથાણાને કાચના મોટી બરણીમાં ભરી લેવું. અને રેગ્યુલર ખાવા માટે નાની બોટલ કે વાડકામાં ભરી લેવું. આખું વરસ સરસ રહે તેવું સ્વાદિષ્ટ ગોળ-કેરીનું (ગળ્યું) અથાણું તૈયાર😋😋👌☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

ટિપ્પણીઓ (9)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
અથાણાં મસાલો કેટલો લેવાનો?

Similar Recipes