ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)

ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરીને ધોઈ- લુછીને એક મોટા તપેલામાં મીડીયમ સાઈઝના ટુકડા કરી લેવા. (છોતરા સાથે) પછી તેમાં હળદર અને મીઠું નાખી હલાવી લેવું. ત્યારબાદ તપેલાને ઢાંકીને આખી રાત રહેવી દેવા. (૧૨ કલાક) ત્યારબાદ તેમાં હળદર- મીઠાનું જે પાણી થાય તેને કાઢી નાખવુ. હવે એક છાપું પાથરી તેના પર કોટનનું કપડું મુકી તેની પર કેરીના આ ટુકડાને છુટા પાથરી ૨ કલાક માટે રૂમમાં સુકાવા દેવા. પછી એક તપેલીમાં સરસીયુ લઈ ગેસ પર ગરમ કરી લેવું.
- 2
હવે એક કેરીને છોલી લેવી. પછી તેને છીણી તેમાં હળદર અને મીઠું નાખી ઢાંકી 1/2 કલાક રહેવા દેવું. હવે ગુંદાને પાણીથી ધોઈ, લુછી, ચપ્પાને મીઠાવાળુ કરી, બધા ગુંદાના ડીંટા અને બીયા કાઢી નાખવા. હવે કેરીના છીણને દાબી હળદર-મીઠાના પાણીને કાઢી નાખવુ. હવે ૧૦૦ ગ્રામ અથાણાંના મસાલામાં આ છીણ નાખી મીક્ષ કરી દેવું. હવે દરેક કાપેલા ગુંદામાં આ છીણ ભરવું
- 3
હવે એક મોટી કથરોટમાં ૫૦૦ ગ્રામ અથાણાનો મસાલો લઈ, તેમાં કેરીના ટુકડા અને ભરેલા ગુંદા નાખી હલાવી મીક્ષ ક્ષત્રી દેવું.
- 4
હવે એક મોટી કાચની બરણીમાં સૌ પ્રથમ થોડો અથાણાનો મસાલો નાખી, તેમાં ધીરે ધીરે મસાલાવાળા બધા ગુંદા તથા કેરીના ટુકડા નાખવા.
- 5
હવે આની ઉપર ઠંડું પડેલું સરસીયુ ધીરે ધીરે નાખવું. પછી બરણીને ઢાંકી દેવી. ૨૪ કલાક પછી તેમાં બીજું ૨૫૦ ગ્રામ સરસીયુ ઉમેરવું અને ઢાંકી દેવું. ત્યારબાદ ૭ દિવસ પછી આપણું અથાણું તૈયાર છે.
- 6
એકદમ સ્વાદિષ્ટ, ચટાકેદાર ગુંદા-કેરીનું ખાટું અથાણું તૈયાર😋😋😋☺️
- 7
નોંધ:-
સરસીયુ લેવાથી અથાણું આખુ વરસ સારું રહે છે. (બાકી તમે સીંગતેલ પણ વાપરી શકો છો)
Similar Recipes
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
-
-
ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1 આપણા જીવનમાં ખોરાકનું મહત્વ અનેરૂ છે. પરંતુ સ્વાદ એટલો જ જરૂરી છે. ખોરાકને વધુ સ્વાદિષ્ટ સુપાચ્ય બનાવવા સ્વાદનો સુમેળ હોવો જરૂરી છે. સ્વાદનો વધારો કરવા જુદી જુદી સંગ્રહની પધ્ધતિઓ વિકસાવવામાં આવી તેમાં અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં અનેક ખાધ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. દરેક સીઝનની વસ્તુને બાર મહિના રાખવા માટે અથાણાં પણ છે. જેમ કે ગુંદા ખાટા આથીને, રાઈવાળા કરીને, સૂકવીને ખાટી કેરી સાથે, ગોળ કેરી સાથે તેમજ ગાજર ખમણીને આથીને વગેરે. કાચી કેરીના જુદા જુદા અથાણા કરી સંગ્રહ કરી સ્વાદ અને પોષણ બન્ને જળવાઈ રહે છે....ગુંદા સાથે કાચી કેરીના ટુકડા ઉમેરવાથી અથાણાં નો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ અથાણું મેં સીંગતેલ માં બનાવ્યું છે. Daxa Parmar -
-
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1#ખાટું અથાણું Reshma Tailor -
બાફેલા ગુંદા કેરીનું અથાણું (Bafela Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB #week1ઉનાળાની સીઝન એટલે જુદા જુદા અથાણા બનાવવાની સીઝન. Pinky bhuptani -
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
મીક્સ વેજીટેબલ ખાટું અથાણું (Mix Vegetable Khatu Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#POST2 Jigna Patel -
-
ગુંદા નું ખાટું અથાણું (Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1#cooksnapoftheday#cookpadindiaઆ અથાણું khyati's kitchen ની રેસીપી મુજબ મેં બનાવ્યું છે ખૂબ સરસ બન્યું છે. નાના અમથા ફેરફાર રીત માં હશે પણ અથાણાં આ વખતે મેં પહેલીવાર વાર બધા શીખ્યા છે જેથી ટ્રાય માટે પેલા થોડા થોડા બનાવ્યા છે 🙏આ બધું શીખવા માટે સતત પ્રેરણા આપતા cookpad નો હુ આભાર માનું છું 🙏😇 Noopur Alok Vaishnav -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
-
-
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ (10)