પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 5 નંગમિડિયમ સાઈઝના ટામેટા
  2. 1મિડીયમ સાઈઝ ડુંગળી
  3. 7 થી 8લસણની કળી ઝીણી સમારેલી
  4. ૧ ટી.સ્પૂનચીલી ફ્લેક્સ
  5. ૧ ટી.સ્પૂનઓરેગાનો
  6. ૧ ટી.સ્પૂનમરી પાઉડર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૨ ટી.સ્પૂનતેલ
  9. ૧ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1/2 ટી.સ્પૂન વિનેગર
  11. ૧ ટી.સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ટામેટાને પાછળ ની સાઇડે નાના ચાર કટ કરી લેવા ત્યારબાદ તેને કુકરમાં બાફવા માટે મૂકવા બે વિસલ માં બફાઈ જશે

  2. 2

    ટામેટા બફાઈ ગયા બાદ તેને બરફના પાણીમાં મૂકી દેવા તેથી તેની છાલ નીકળી જશે ત્યારબાદ તેને મસળી લેવા

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં લસણની કળીઓ સાંતળવી ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળવું હવે તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મરી પાઉડર ઉમેરી દેવા હવે તેમાં ટામેટા ઉમેરી મીઠું ઉમેરી દેવું હવે તેને ઢાંકીને ચડવા દેવું

  4. 4

    હવે તેમાં ખાંડ ઉમેરી વિનેગર પણ ઉમેરી દેવો હવે તેમાં લાલ મરચું કલર માટે ઉમેરો હવે તેને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને થવા દેવું

  5. 5

    આ પીઝા સોસ ઠંડુ થયા બાદ મેં તેને મિક્સર જારમાં એકવાર ફેરવી લીધો છે જેથી લીસ્સો અને બજારમાં મળે તેવો બની જશે. એકદમ સહેલાઇથી બહાર મળે તેવું પીઝા સોસ ઘરે બની શકે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes