આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#EB

શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
2 વ્યક્તિ
  1. ૩ નંગકેરી
  2. 1/2 કપગોળ
  3. 1 ચમચીસંચળ પાઉડર
  4. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  5. 1 ચમચીમરી પાઉડર
  6. ૮ થી ૧૦ નંગ ફૂદીનાના પાન
  7. મીઠું સ્વાદ મુજબ
  8. લાલ મરચું પાઉડર ડેકોરેશન માટે
  9. બરફ ના કટકા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કેરીને ધોઈ સ્વચ્છ કરી છાલ ઉતારી અને કટકા કરી લો.

  2. 2

    હવે એક વાસણમાં પાણી ગરમ કરી તેમાં કેરીના કટકા ને બાફી લ્યો. હવે કેરી બફાઈ જાય એટલે તેને પાણી નિતારી લ્યો.

  3. 3

    મિક્સર ની જાર લઈ તેમાં કેરીના કટકા, ગોળ, મીઠું, સંચળ, જીરાનો પાઉડર, મરીનો પાઉડર અને ફુદીનાના પાન બધું એક સાથે ક્રશ કરી લ્યો.

  4. 4

    બનાવેલા પલ્પને એક જારમાં ભરી લ્યો. જ્યારે જ્યારે બનાવવું હોય ત્યારે તેમાંથી એક ગ્લાસમાં બે ચમચી પલ્પ પાણી અને બરફ નાખી સર્વ કરો

  5. 5

    ઉપરથી ફુદીના ના પાન અને કેરીની ચીર ઉપર મીઠું મરચું ભભરાવી સર્વ કરો. ગ્લાસ ને પણ લીંબુ અને મરચું પાઉડરથી ડેકોરેશન કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes