ટ્રીપલ લેયર્ડ ચોકો વોલનટ બરફી (Triple Layered Choco Walnut Barfi Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#walnuttwists
#Cookpad_guj
#Cookpadindia
#Californiawalnut

અખરોટને બધા પોષકતત્વનો રાજા ગણવામાં આવે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનીયમ, ઓમેગા-3 ફેટી એસીડ જેવા અનેક તત્વો રહેલા છે.
ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઇસ્ક્રીમ, શ્રીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે.
અખરોટમા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમા પાચ થી દસ વષ નો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય.
કેલિફોર્નિયાના અખરોટ માં natural sweetnest હોય છે.જેથી તે સ્વાદ માં સરસ લાગે છે.
કેલિફોર્નિયાના અખરોટ થી મે બરફી બનાવી છે અને તેને ડાર્ક અને મિલ્ક ચોકલેટ થી stuffed કરી છે.

Thank you cookpadguj.
Thank you Dishamam, Ektamam and all Admins.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત
  1. અખરોટ બરફી બનાવવા
  2. ૨૦૦ ગ્રામઅધકચરા ક્રશ કરેલા અખરોટ
  3. ૨ ચમચીઘી
  4. ૨ ચમચીફ્રેશ મલાઈ /માવા
  5. 1/2 બાઉલ દૂધ
  6. ૨ ચમચીકન્ડેન્સડ મિલ્ક
  7. ૧ ચમચીજાયફળ ઇલાયચી પાઉડર અને દૂધ માં પલાળેલી કેસર
  8. Layer માટે
  9. ડાર્ક ચોકલેટ
  10. મિલ્ક ચોકલેટ
  11. ૧૫૦ ગ્રામ બારીક ક્રશ કરેલા રોસ્ટેડ અખરોટ
  12. ૧ ચમચીબટર
  13. ગાર્નિશ માટે
  14. ફુદીના પત્તા
  15. ચેરી
  16. ટુકડાઅડધા કરેલા અખરોટ ના

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં ઘી લેવું તેમાં ક્રશ કરેલા અખરોટ લેવા અને થોડા કલર બદલાય ત્યાં સુધી થવા દેવું.

  2. 2

    તેમાં દૂધ ઉમેરવું. પછી કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરવું.

  3. 3

    હવે મલાઈ ઉમેરી ને સતત હલાવતા રહેવું.

  4. 4

    બરફી નું મિશ્રણ કડાઈ છોડી દે ત્યાં સુધી થવા દેવું.ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું.

  5. 5

    હવે એક તપેલી માં પાણી લેવું અને ઉપર બાઉલ માં 1/2 ચમચી બટર લઈ ડાર્ક ચોકલેટ પીગળવા મૂકવું.

  6. 6

    બીજી બાજુ પણ મિલ્ક ચોકલેટ આ રીતે જ પીગળવા મૂકવી.બંને માં બારીક ક્રશ કરેલા રોસ્ટેડ અખરોટ એડ કરવા.

  7. 7

    હવેપાઇ ના નાના મોલ્ડ માં કપકેક નું પેપર વાળા મોલ્ડ મૂકી ને પેહલા ડાર્ક ચોકલેટ નું પાતળું લેયર અંદર ફિલ્લ કરવી.

  8. 8

    ફ્રીઝ માં ૩૦ મિનિટ set કરવા મૂકવું. પછી અખરોટ ની બરફી વાળું મિશ્રણ પાથરવું.૩૦ મિનિટ ફ્રીઝ માં સેટ કરવા મૂકવું

  9. 9

    પછી મિલ્ક ચોકલેટ નું પાતળું લેયર કરવું અને ફ્રીઝર માં ૩૦ મિનિટ set કરવા મૂકવું.

  10. 10

    હવે એને ફ્રીઝર માંથી બહાર કાઢી ને કપકેક નું પેપર કાઢી ને સર્વ કરવું.

  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes