લીલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#PS

શેર કરો

ઘટકો

  1. ૨ કપલીલવા
  2. ૩-૪ ચમચી તેલ
  3. ૧ ચમચીજીરૂ
  4. ૧ ચમચીતલ
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. ૧ ચમચીવરિયાળી
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. લીલાં ધાણા
  9. ચપટીહિંગ
  10. ૧ ચમચીલીંબુ નો રસ
  11. તળવા માટે તેલ
  12. લોટ બાંધવા
  13. ૧.૧/૨ કપ મેંદો
  14. ૧/૨ કપઘઉં નો લોટ
  15. મીઠુ સ્વાદ મુજબ
  16. ૧ ચમચીઅજમો
  17. ૩ ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બંને લોટ લઈ નેઅજમો અને મીઠુ નાખી ને મુલાયમ કણક તૈયાર કરો.

  2. 2

    હવે લીલવા ને મરચા કટર માં ક્રશ કરી લેવા.અથવા મિક્સર માં અડકચરા ક્રશ કરી લેવા.

  3. 3

    હવે ગેસ પર એક પેન લઈ તેમાં તેલ નાખવું તેમાં હિંગ,જીરૂ,તલ, વરિયાળી અને ચપટી સોડા નાખી ને હલાવવું.હવે તેમાં ક્રશ કરેલા લીલવા નાખી ને બરાબર મિક્સ કરી લેવા.(સોડા નાખવાથી ઝડપ થી ચડિજય છે)

  4. 4

    તેમાં મીઠું,ગરમ મસાલો નાખીને ૧૦-૧૫ મિનિટ સુધી ચડવા દેવા.હવે તેમાં ૧ ચમચી લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી દેવું.લીલાં ધાણા નાખી દેવા.

  5. 5

    હવે બાંધેલા લોટ ની રોટલી વણી ને તેમાં લીલવા નો મસાલો મૂકી આ રીતે કચોરી વાળી લેવી.

  6. 6

    હવે ગેસ પર તેલ ગરમ કરીને તળી દેવી.તૈયાર છે ટેસ્ટી અને ચટપટી લીલવા કચોરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes