કાજુ ખોયા સબ્જી (જૈન) (Kaju Khoya Sabji Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#GA4
#Week5
મારા ઘરમાં જ્યારે પંજાબી સબ્જી બને ત્યારે કાજુ ની આ સબ્જી ચોક્કસ બને કારણ કે મારા સાસુમાને આ સબ્જીનો ટેસ્ટ sweet હોવાથી ખૂબ જ ભાવે. સબ્જીમાં મે ડુંગળી લસણનો ઉપયોગ કર્યો નથી એટલે તે નવરાત્રી દરમિયાન પણ બનાવીને ખાઈ શકીએ.

કાજુ ખોયા સબ્જી (જૈન) (Kaju Khoya Sabji Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week5
મારા ઘરમાં જ્યારે પંજાબી સબ્જી બને ત્યારે કાજુ ની આ સબ્જી ચોક્કસ બને કારણ કે મારા સાસુમાને આ સબ્જીનો ટેસ્ટ sweet હોવાથી ખૂબ જ ભાવે. સબ્જીમાં મે ડુંગળી લસણનો ઉપયોગ કર્યો નથી એટલે તે નવરાત્રી દરમિયાન પણ બનાવીને ખાઈ શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ આખા કાજુ
  2. ૧ કપકાજુ ટુકડા
  3. ૫૦ ગ્રામ મોળો માવો
  4. ૨ ચમચા ઘી
  5. ૧/૨ ચમચી મગજતરીના બી
  6. ૧/૨ ચમચી ખસખસ
  7. તજ મોટો ટુકડો
  8. ૩-૩ નંગ લવિંગ -ઇલાયચી
  9. ૧/૨ ચમચી મરીના દાણા
  10. ૨ કપદૂધ
  11. ૧/૨ ચમચી કસુરી મેથી
  12. ૧ ચમચીખાંડ
  13. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં એક ચમચો ઘી મૂકી તેમાં તજ લવિંગ ઇલાયચી મરીના દાણા કાજુના ટુકડા મગજતરીના બી અને ખસખસ નાખી થોડીવાર શેકો કાજુના ટુકડા ગુલાબી થાય એટલે તેમાં દૂધ નાંખવું દૂધ ઊકળે એટલે તેને સાઈડમાં 1/2કલાક સુધી ઢાંકીને રાખી દો.

  2. 2

    1/2કલાક પછી આ મિશ્રણની મિક્સરમાં સુંવાળી પેસ્ટ બનાવી લો

  3. 3

    એક કઢાઈમાં મોળો માવો નાખી થોડીવાર શેકી લો અને તેને એક બાઉલમાં કાઢી લો તેમાં એક ચમચો ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં કાજુને ગુલાબી શેકી લો અને એક ડિશમાં કાઢી લો. ત્યારબાદ તેમાં તૈયાર થયેલી પેસ્ટ નાખી સતત હલાવો. તેમાં મોળો માવો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો જરૂર લાગે તો થોડું દૂધ ઉમેરી દો. તેમાં મીઠું ખાંડ અને કસુરી મેથી ઉમેરી ઉકળવા દો બધુ બરાબર ઉકળી જાય એટલે કાજૂ નાંખી દો અને ગેસ બંધ કરી દો તૈયાર છે એકદમ સ્વીટ અને ટેસ્ટી ખોયા કાજુ ની સબ્જી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Solanki
પર
જામનગર

Similar Recipes