સુરતી સ્ટાઇલ ચીઝ પનીર ગોટાળો (Surti Style Cheese Paneer Gotala Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

ચાલો બનાવીએ સુરતી સ્ટ્રીટ ફૂડ "ચીઝ પનીર ગોટાળો"

સુરતી સ્ટાઇલ ચીઝ પનીર ગોટાળો (Surti Style Cheese Paneer Gotala Recipe In Gujarati)

ચાલો બનાવીએ સુરતી સ્ટ્રીટ ફૂડ "ચીઝ પનીર ગોટાળો"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. 50 ગ્રામપનીર
  2. 50 ગ્રામચીઝ
  3. 2 ચમચીફ્રેશ ક્રીમ
  4. 1ડુંગળી સમરેલી
  5. 2ટામેટા સમારેલાં
  6. 1 tspલસણ, મરચા અને આદુ ની પેસ્ટ
  7. 1 કપપાલક સમારેલી
  8. 1 ચમચીલાલ મરચુ
  9. 1 ચમચીકિચન કિંગ મસાલો
  10. 1/2 ચમચીહળદર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 2 ચમચીતેલ
  13. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક પેન લો તેની અંદર બટર અને તેલ ઉમેરો અને ગરમ કરવા મૂકો ગરમ થઇ જાય એટલે જીરું નાખો જીરું તતડી જાય એટલે લસણની પેસ્ટ અને આદુ મરચાની પેસ્ટ નાંખી થોડીવાર સાંતળી લો.ત્યાર પછી ઝીણો સમારેલો કાંદો નાખી બરાબર સાંતળી લો પછી થોડા ઘાણા નાખીને હલાવી લો

  2. 2

    થોડીવાર ડુંગળી સંતળાઈ જાય પછી તેની અંદર હળદર અને ધાણાજીરું નાખીને હલાવી લો પછી ટામેટું નાખો અને થોડી વાર ચઢવા દો પછી પાવભાજી સ્મેશર આવે એને સ્મેશ કરતા જાઓ અને હલાવતા જાવ થોડીવાર રહીને તેમાં પાલક ઉમેરો પછી ચાટ મસાલો અને લાલ મરચું ઉમેરો થોડીવાર રહીને તેમાં પનીર અને ચીઝ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    હવે બધું મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું પાણી ઉમેરીને થોડીવાર ઉકળવા દો પછી કિચન કિંગ મસાલો અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરીને ફરી પાછુ ઉકાળી લો પછી લાસ્ટ માં ફ્રેશ ક્રીમ અથવા તો ઘરમાં જે મલાઈ આવે છે દૂધની તે ઉમેરવાની છે અને થો ફોડીવાર ગેસ ઉપર રાખીને પછી ગેસની ફલેમ બંધ કરી દેવાની છે તો તૈયાર છે ચીઝ પનીર ગોટાળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes