ફજેતો (Fajeto Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#RB1
આ રેસિપી કેરીનો રસ, દહીં અને ચણા ના લોટ થી બનતી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. જે ઉનાળાની સિઝનમાં કેરી શરૂ થાય એટલે દરેક ગુજરાતીઓના ઘરમાં અને ખાસ તો અમારા નાગરોના દરેકના ઘરમાં ચોક્કસ બને જ અને અમારા ઘરમાં તો ખાસ બધા નો મનપસંદ ..ગૃહિણીઓ જે કરકસર કરવા માં ક્યાંય પાછી નથી પડતી એ ફજેતો બનાવવા માટે ગોટલા નો પણ વારો કાઢી લે .😃😃આ ફજેતો મગની છૂટી , ફુલકા રોટલી, કેરીનો રસ અને ગરમ ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આવો આપણે જાણીએ ફજેતો બનાવવાની રેસીપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બધા જ
  1. 1વાટકો કેરીનો રસ
  2. 1/2 વાટકી દહીં
  3. 2 ચમચીચણાનો લોટ
  4. 2 નંગસુકા લાલ મરચા
  5. 3 થી 4 લવિંગ
  6. 2કટકી તજના ટુકડા
  7. ટુકડોગળાશ માટે ગોળ નો
  8. મીઠા લીમડાની ડાળખી
  9. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. 1/2 ચમચી રાઈ
  11. વઘાર માટે ઘી
  12. 1/2 ચમચી હિંગ
  13. 1 ચમચીહળદર
  14. સ્વાદ અનુસારમીઠું
  15. ઝીણી સમારેલી કોથમીર ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કેરીના રસમાં દહીં અને ચણાનો લોટ ઉમેરી બ્લેન્ડર ફેરવી એકરસ કરી લો પાતળુ કરવા માટે જરૂર જણાય તો થોડું પાણી જરૂરિયાત અનુસાર ઉમેરવું.

  2. 2

    હવે તૈયાર મિશ્રણને હળદર મીઠું આદુ મરચાની પેસ્ટ અને ગોળ ઉમેરી પાંચથી સાત મિનિટ માટે ઉકાળવું.

  3. 3

    એક વઘારીયા માં ઘી મૂકી તેમાં તજ-લવિંગ રાઈ મીઠા લીમડાના પાન હિંગ સૂકા લાલ મરચા નો વઘાર કરી ફજેતા મા ઉમેરી પાંચથી સાત મિનિટ ધીમે તાપે ઊકળવા દેવું.ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બરાબર હલાવી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes