સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

માય બેસ્ટ રેસીપીસ
#MBR7 : સોજી નો શીરો
મારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો.

સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)

માય બેસ્ટ રેસીપીસ
#MBR7 : સોજી નો શીરો
મારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 નાની વાટકીસોજી
  2. 3/4 વાટકી જેટલું ઘી
  3. 3/4 વાટકી ખાંડ
  4. 3 કપગરમ દૂધ
  5. 1-2 ચુટકીકેસર પાઉડર
  6. 1/2 ટીસ્પૂન ઇલાયચી / જાયફળ પાઉડર
  7. 3 ટેબલ સ્પૂનકાજુ બદામ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ શીરા માટેની બધી તૈયારી કરી લેવી.

  2. 2

    સૌપ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં સોજી નાખી ધીમા તાપે સોજી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવી. દૂધને ગરમ કરી લેવું.

  3. 3

    ફ્રેશ ગરમ દૂધ મલાઈ સાથે જ શીરામાં નાખતા જવું.જરૂર મુજબ દૂધ નાખવુ. અને હલાવતા જવું. ત્યારબાદ તેમાં ખાંડ નાખી હલાવવું.
    નોંધ : દૂધ સોજી જેટલુ પીવે એ પ્રમાણે નાખવુ.ખાંડ પણ ઓછી વધતી જેટલુ ગળ્યુ ખવાતુ હોય એ મુજબ લઈ શકાય.

  4. 4

    હવે તેમાં ઇલાયચી પાઉડર કેસર પાઉડર નાખી મિક્સ કરી લેવું.

  5. 5

    થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું ત્યારબાદ તેમાં બદામ પિસ્તા ના ટુકડા નાખી મિક્સ કરી લેવુ.

  6. 6

    સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર મિક્સ ડ્રાયફ્રુટ નો ભૂકો નાખી ગાર્નીશ કરી ગરમ-ગરમ સોજી નો શીરો સર્વ કરવો.
    તો તૈયાર છે
    સોજીનો શીરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes