ફજેતો (Fajeto Recipe In Gujarati)

#Fam
ફજેતો પાકી કેરી માંથી બનતી ગુજરાતી વાનગી છે. જે કેરીની સિઝનમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે. ફજેતો મારી ફેવરિટ વાનગી છે. ગરમાગરમ પીવાની બહુ મજા આવે છે. કેરીની સીઝન માં મારા પપ્પા જરુર બનાવડાવતા. હું પણ આ સિઝનમાં બનાવું છું. મારા ફેમિલી માં બધાને ફજેતો ખૂબ જ પ્રિય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઇને સમારી લો. પછી કેરીના ટુકડાને ક્રશ કરી લો. ગોટલા ને એક બાઉલમાં લઈ તેમાં પાણી એડ કરીને બરાબર ધોઈ લો.
- 2
જે બાઉલમાં કેરીના ગોટલા ધોઈને જે પાણી તૈયાર કર્યું છે. તેને અને કેરીના રસને મિક્સ કરીને ગાળી લો. જેથી કેરીના રેસા રહી ગયા હોય તો નીકળી જાય.
- 3
પછી ગાળેલા મિશ્રણને એક બાઉલમાં રેડી કરી લો.
- 4
કેરીનો ફજેતો બનાવવા માટે એક તપેલીમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય પછી જીરુ અને હિંગનો વઘાર કરો.પછી તેમાં સૂકું લાલ મરચું, તજ, લવિંગ અને મીઠો લીમડો એડ કરો. હવે તેમાં લીલું મરચું, હળદર અને લાલ મરચું એડ કરી તરત જ ફજેતા નું બેટર એડ કરીને મિક્સ કરી લો.
- 5
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ એડ કરી મિક્સ કરી ચારથી પાંચ મિનિટ કુક થવા દો. રેડી થઈ જાય પછી ફજેતા ને કોથમીરથી ગાર્નિશ કરો.
- 6
ગરમાગરમ ફજેતા ને સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (19)