શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  3. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  4. 1/2 ટી સ્પૂનકોકો પાઉડર
  5. 1/2 કપબટર
  6. 1/2 કપમોરસ
  7. 1/2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બટર અને ખાંડ બરાબર મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ અને ફ્લફી થઇ જાત એટલે તેમાં 1/4 કપ દૂધ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો. બરાબર મિક્સ કરી બાકીનું દૂધ ધીમે ધીમે ઉમેરવાનું છે જેથી ગાંઠ્ઠા ના પડે.... અને હલાવો....એકદમ સ્મૂથ બેટર તૈયાર કરો. હવે તેના બે સરખા ભાગ કરો. એક ભાગ માં કોકો પાઉડર અને એક થી બે ચમચી દૂધ ઉમેરો. સ્મૂથ બેટર તૈયાર કરો. કેક ના સારા પરિણામ માટે તેની ઘટ્ટતા સારી હોવી જોઈએ.

  2. 2

    હવે કેક ટીન ને બટર થી ગ્રીસ કરી મેંદો ડસ્ટ કરો. એક થી બે ચમચી સફેદ બેટર ટીન ના સેંટર ભાગ માં નાંખી તેને ટેપ કરો. હવે એજ માપ ની ચમચી થી કોકો પાઉડર વાળું બેટર સેંટર માં ઉમેરી ટેપ કરો. એટલે બેટર ટીન માં ફેલાશે. આ રીતે વારાફરતી સફેદ અને કોકો પાઉડર વાળું બેટર ઉમેરતા જાવ અને ટેપ કરતા જાવ. હવે ટૂથપીક ની મદદ થી બહાર ની બાજુ થી અંદર ની બાજુ તરફ તેમાં લાઈન કરો. હવે ગેસ પર એક ખાલી તપેલું ઢાંકી 10 મિનિટ માટે ગરમ કરો. તેમાં કાંઠો મૂકી તૈયાર કરેલ કેક ટીન અંદર મુકો. તેની ઉપર વજન વાળું ઢાંકણું મુકો.

  3. 3

    હવે 30 મિનિટ પછી ચકાસો. કેક થઇ ગઈ હોય તો તેને ડિમોલ્ડ કરો. રૂમ ટેમ્પરેચર પર આવ્યાબાદ જ કાપો. તો તૈયાર છે એકદમ સોફ્ટ કેક... તો આ રીતે ઘરે કેક બનાવો.......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

Similar Recipes