કોનૅ ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#EB
#Week8
#MonsoonBreakfast
કૉર્ન એટલે કે મકાઈમાં શરીરના પોષણ માટે જરુરી દરેક પ્રકારના મિનરલ્સ હોય છે. મકાઈ જેવા હેલ્ધી ફૂડને તમે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સિવાય નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. મકાઈમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને ફ્લેવેનૉઈડ તત્વોને કારણે આ કેન્સર જેવી ખતરનાક બીમારીના ખતરાને પણ ઓછો કરે છે.

કોનૅ ભેળ (Corn Bhel Recipe In Gujarati)

#EB
#Week8
#MonsoonBreakfast
કૉર્ન એટલે કે મકાઈમાં શરીરના પોષણ માટે જરુરી દરેક પ્રકારના મિનરલ્સ હોય છે. મકાઈ જેવા હેલ્ધી ફૂડને તમે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સિવાય નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. મકાઈમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને ફ્લેવેનૉઈડ તત્વોને કારણે આ કેન્સર જેવી ખતરનાક બીમારીના ખતરાને પણ ઓછો કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ લોકો માટે
  1. અમેરીકન મકાઈ
  2. ઝીણા ટામેટાં ના કટકા
  3. ઝીણી સમારેલી ડુંગળી
  4. ૧ ચમચી બટર
  5. ૨ ચમચીમેયોનીઝ
  6. ૧/૨ ઝીણા સમારેલા કેપ્સીકમ
  7. ૧ ચમચી- મીઠું
  8. ૧ ચમચી - મીક્સ હબૅ
  9. ૧ ચમચી - મરચું પાઉડર
  10. ૧ ચમચી- આમચૂર પાઉડર
  11. ૧ ચમચી-ચાટ‌મસાલો
  12. ૧ કયુબ- ચીઝ ખમણેલું
  13. ૨ ચમચી-સેવ
  14. ૨ ચમચી-ખજૂર આમલીની ચટણી
  15. ૨ ચમચી- કોઠા‌ની ચટણી
  16. - લીંબુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મકાઈને દાણા કાઢી અને કુકરમાં બાફી લેવી. કોનૅ ભેળ ની ‌સામગ્રી ભેગી કરો.

  2. 2

    પછી એક મોટા બાઉલમાં બાફેલી ‌મકાઈ, ઝીણા સમારેલા ટામેટાં, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલી ડુંગળી,મેયોનીઝ,બટર ઉમેરો અને બધું મિક્સ કરો.

  3. 3

    પછી તેમાં ખજૂર આમલીની ચટણી,કોઠા ની‌ચટણી, મીઠું, મરચું પાઉડર, આમચૂર પાઉડર,ચાટ મસાલો,મીક્સ હબૅ, ઓરેગાનો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને સર્વ કરો.

  4. 4

    કાચના બાઉલમાં કોનૅ ભેળ લો અને તેમાં ઉપર સેવ, ખમણેલું ચીઝ ભભરાવી કોથમીર અને કોનૅ વડે ડેકોરેશન કરવું.

  5. 5

    તો ‌ચોમાસા ની સીઝનમાં કોનૅ ભેળ નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

ટિપ્પણીઓ

Similar Recipes