મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.

#EB
#Week8

મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)

મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.

#EB
#Week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  1. ૨ કપમકાઈ ના બાફેલા દાણા
  2. ૧/૪ કપઝીણા સમારેલા ટામેટા
  3. ૧/૪ કપઝીણી સમારેલી કાકડી
  4. ૧/૪ કપઝીણા સમારેલા ગાજર
  5. ૧/૪ કપઝીણા સમારેલા કેપ્સિકમ
  6. ૨ ચમચીઝીણા સમારેલા બીટ
  7. ૨ ચમચીમસાલા શીંગ
  8. ૫-૬ ભેળ ની પૂરી
  9. ૨-૩ ચમચી ગ્રીન ચટણી
  10. ૨ ચમચીગળી ચટણી
  11. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  12. ૧/૨ ચમચીચાટ મસાલો
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧ ચમચીસેઝવાન ચટણી
  15. ૨ ચમચીલીંબુ નો રસ
  16. ઝીણી સમારેલી કોથમીર
  17. ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ના દાણા કાઢી તેને બાફી લો.બીજી બાજુ બધા શાકભાજી ને ઝીણા સમારી લો

  2. 2

    હવે એક બાઉલ મા મકાઈ ના દાણા,બધા શાકભાજી,ગ્રીન ચટણી,ગળી ચટણી,ચાટ મસાલો,સંચળ પાઉડર,મીઠું, સેઝવાન ચટણી,ભેળ ની પૂરી બધું ભેગુ કરી મિક્સ કરી લો.

  3. 3

    હવે સર્વિંગ બાઉલ માં ભેળ લઈ તેમાં ઝીણી સમારેલી કોથમીર અને ઝીણી સેવ ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes