ચણા દાળ નમકીન (Chana Dal Namkeen Recipe In Gujarati)

Dhruti Kunkna
Dhruti Kunkna @Dhruti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 2 કપચણાની દાળ
  2. ચપટીસોડા
  3. પાણી
  4. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. 1 ટી સ્પૂનસંચળ પાઉડર
  6. 1 ટી સ્પૂનશેકેલું જીરું પાઉડર
  7. 1 ટી સ્પૂનચાટ મસાલો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ ચણા ની દાળ ને 8 કલાક માટે પલાળવી. દાળ પલાળતી વખતે તેમાં સોડા ઉમેરવો. દાળ પલળી જાય પછી તેને 2 કે 3 વાર ધોઈ લ્યો.પછી દાળ ને કાણાવાળી ચારણી માં કાઢી લો. તેમાંથી પાણી નીતરી જાય પછી કોટન ના કપડાં ઉપર દાળ ને કોરી કરી લો.

  2. 2

    હવે લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, જીરું પાઉડર, મીઠું અને સંચળ પાઉડર બધુ મિક્સ કરી મસાલો તૈયાર કરી લેશું

  3. 3

    કઢાઇ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે દાળ ને ધીમા તાપે તળી લેશું. દાળ તળાય જાય એટલે બહાર કાઢી લેશું. દાળ ઉપર મસાલો છાંટી લેશું. આ રીતે બધી દાળ ને ધીમા તાપે તળી લેશું. દાળ તળાય જાય એટલે મસાલો છાંટી લેશું. તો તૈયાર છે ચણા ની દાળ.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Kunkna
પર

Similar Recipes