રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#RC2
White Colour
રવા નો શીરો એક પરંપારગત વાનગી છે. મારી
ખુબ જ ફેવરિટ છે. મારી ઘરે કોઈ તહેવાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે સ્વીટ માં બને છે પણ આ એક વિસરાતી વાનગી થઇ ગઈ છે પણ મારી ઘરે તો બને જ છે. સત્યનારાયણ ની કથા માં તો આ શીરો અચૂક પ્રસાદ માં હોય જ છે તો ચાલો એની રેસીપી હું શેર કરું છું...

રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RC2
White Colour
રવા નો શીરો એક પરંપારગત વાનગી છે. મારી
ખુબ જ ફેવરિટ છે. મારી ઘરે કોઈ તહેવાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે સ્વીટ માં બને છે પણ આ એક વિસરાતી વાનગી થઇ ગઈ છે પણ મારી ઘરે તો બને જ છે. સત્યનારાયણ ની કથા માં તો આ શીરો અચૂક પ્રસાદ માં હોય જ છે તો ચાલો એની રેસીપી હું શેર કરું છું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 વાડકી- રવો
  2. 1 વાડકી- ખાંડ
  3. 1 વાડકી- ઘી
  4. અઢી ગણું દૂધ (રવો હોય તેના થી અઢી ગણું)
  5. 5-7 નંગ- કાજુ
  6. 4-5 નંગ- બદામ
  7. 1 ચમચી- દ્રાક્ષ
  8. 3-4 નંગ- ઈલાયચી
  9. ડેકોરેશન માટે :- લાલ ગુલાબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બધી સામગ્રી તૈયાર કરી દો અને દૂધ પણ એક વાર ગરમ કરી ને હુંફાળું થાય પછી ઉપયોગ માં લેવું.જેટલો રવો લીધો છે એટલું જ ઘી લેવા થી શીરો બહુ જ સરસ બને છે.

  2. 2

    હવે એક તાવડી માં ઘી લઇ ધીમા તાપે રવો શેકી દો. રવો શેકવા માં થોડો હલકો થાય પછી તેમાં દૂધ નાંખી દો.

  3. 3

    દૂધ બધું બળી જાય પછી ખાંડ નાંખી દો. ખાંડ ઓગળે પછી દ્રાક્ષ નાંખી ગેસ બંધ કરી કાજુ, બદામ ની કતરણ અને ઈલાયચી નો પાઉડર નાંખી ગેસ બંધ કરો.

  4. 4

    તો રેડી છે ગરમા ગરમ રવા નો શીરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes