સેન્ડવીચ ઈડલી (Sandwich Idli Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચોખા પલાળેેલા
  2. 100 ગ્રામઅડદની દાળ પલાળેલી
  3. મીઠુ જરૂરીયાત મુજબ
  4. 0ll ચમચી સોડા
  5. 3 ચમચીતેલ ગ્રીસ કરવા માટે તથા સોડામા મીક્સ કરવા
  6. લીલી ચટણી :-
  7. 1 ટુકડો આદુ
  8. 2મરચાં
  9. કોથમીર
  10. 1/2 લીબુ
  11. શીંગ
  12. 1 ચમચી ખાંડ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ફુદીનો નાખી બનાવેલી
  15. સર્વિંગ માટે:-
  16. સંભાર
  17. ટોપરાની ચટણી
  18. લીલું કોપરું
  19. લીલા મરચાં
  20. કોથમીર
  21. શીગદાણા
  22. મીઠું
  23. ખાંડ
  24. દહીં નાંખી બનાવેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પલાળેલા ચોખા અને દાળને પીસી લો.અને ઢાંકીને 3 કલાક આથો આવવા દો.

  2. 2

    ઈડલીનુ વાસણ પાણી નાંખી ગરમ થવા મૂકો અને ઈડલીની પ્લેટ તેલથી ગ્રીસ કરી લો.ત્યારબાદ આથો આવેલ ખીરામાં મીઠું,સોડા અને તેલ મીક્સ કરી ખૂબ ફીણી લો.

  3. 3

    તૈયાર થયેલ મિશ્રણને ને ઈડલીની પ્લેટમાં માપ કરતાં 1/2 રેડી ઢાંકણ ઢાંકી 1- 2 મિનિટ ચડવા દો.પછી ખોલીને ઈડલી પર લીલી ચટણી પાથરો.તેના પર ફરી ઈડલીનુ મિશ્રણ પાથરી ઢાંકી દો અને 10 મિનીટ ચડવા દો.

  4. 4

    પછી ગેસ બંધ કરી થોડીવાર સિઝવા દો.અને એ પછી ઈડલી કાઢી લો.

  5. 5

    ઈડલી સર્વિંગ પ્લેટમાં લઈ એક ઈડલી કટ કરી ટોપરાની ચટણી ઉપર લીલી ચટણી મૂકી સાંભાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes