રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)

Dhaval Chauhan
Dhaval Chauhan @CookingEngineer

ચાટ નું નામ આવે એટલે પાણીપુરી નું સ્થાન મોખરે હોય, જાતજાતના સ્વાદ વાળા પાણી ની મજા જ કંઈક અલગ છે. આમાં ગરમાગરમ રગડો અલગ તરી આવે છે તેના સ્વાદ અને ઠંડા વાતાવરણ માં એક ગરમાગરમ મિજબાની માટે.

રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)

ચાટ નું નામ આવે એટલે પાણીપુરી નું સ્થાન મોખરે હોય, જાતજાતના સ્વાદ વાળા પાણી ની મજા જ કંઈક અલગ છે. આમાં ગરમાગરમ રગડો અલગ તરી આવે છે તેના સ્વાદ અને ઠંડા વાતાવરણ માં એક ગરમાગરમ મિજબાની માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ગરમા ગરમ રગડા માટે
  2. 1 કપ6-7 કલાક પલાળેલા સફેદ સુકા વટાણા
  3. 1મીડિયમ બટાકું
  4. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  5. 1/2 ચમચીસંચળ
  6. 1/2 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીમરચાં ની પેસ્ટ (Optional)
  8. ચપટીહીંગ
  9. સ્વાદ મુજબ મીઠુ
  10. પાણીપુરી કે ચાટ મસાલો
  11. કોથમીર સજાવટ માટે
  12. પુદિના પાણી માટે
  13. 1 કપકોથમીર કૂણી ડાળી સાથે
  14. 1/2 કપપુદિના નાં પાન
  15. 2-3લીલાં મરચાં તીખાશ મુજબ લેવા
  16. 1/2ઈંચ આદું નો ટુકડો
  17. 1/2 ચમચીજીરું
  18. 1લીંબુ નો રસ
  19. 1/2 ચમચીસંચળ
  20. મીઠુ સ્વાદ મુજબ
  21. 1/2 ચમચીશેકેલું જીરું પાઉડર
  22. 1 ચમચીપાણીપુરી મસાલો (ન હોય તો ચાટ મસાલો કે જલજીરા પાઉડર કે જીરાળું પાઉડર લેવો)
  23. કાંદા કોથમીર નું સલાડ
  24. બટાકા અને ફણગાવેલા મગ ચણા નું મિશ્રણ (મસાલા માં મીઠું, સંચળ અને મિક્સ કરવા મા થોડું પુદિના પાણી લેવું)
  25. 1/2 કપશેકેલાં મમરા સજાવટ તથા ચૂરા માટે
  26. 1પેકેટ પાણી પૂરી ની પૂરી

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    પુદિના પાણી માટે :
    મિક્સર માં આદું, મરચાં, જીરું લઈ ને પીસી લેવું પછી કોથમીર, પુદિના, મીઠું, સંચળ, શેકેલાં જીરા પાઉડર, લીંબુ નો રસ અને પાણી પૂરી મસાલો લઈ બરાબર પીસી લેવું, જરૂર મુજબ પાણી લેવું પીસવા માટે. આ પાણી ને આશરે 500-750 મીલી પાણી મા લઈ ને બરાબર મિક્સ કરી લેવું. જરૂર મુજબ પાણીપુરી મસાલો, લીંબુ નો રસ કે મીઠું લઈ શકાય. હવે આ પાણી ને ઠંડુ કરીને વાપરો.

  2. 2

    ગરમાગરમ રગડા માટે
    એક પેન માં 1 ચમચી તેલ લઈ ચપટી હીંગ નાખી ને કૂકર માં ચપટી હળદર અને મીઠું નાખીને ધીમા ગેસ પર બાફેલા વટાણા નો માવો લઈ બાફેલા બટાકા ઉમેરો.

  3. 3

    મસાલા માં મીઠું, સંચળ, જીરું પાઉડર, પાણી પૂરી મસાલો લઈ મિક્સ કરો.

  4. 4

    Serving વાળા વાસણ માં રગડા ને લઈ વચ્ચે ખાડો કરો. હવે રગડા ને કોથમીર અને લાલ મરચું પાઉડર થી સજાવો. આ ખાડા માં પુદિના પાણી નાખી ધીમા તાપે ગરમ કરતા જવું. રગડો અને પાણી નું મિક્સ ને પૂરી મા ભરી શકાય એટલું પાતળું બનાવી ને સર્વ કરો. પૂરી માં રગડો લઈ ઉપર કાંદા લઈ ને પુદિના પાણી મા બોળી ને મજા લો.

  5. 5

    કાંદા ના સલાડ માટે ઝીણા સમારેલા કાંદા માં મીઠું, સંચળ અને સમારેલી કોથમીર ઉમેરી ને મિક્સ કરો, તો તૈયાર છે.

  6. 6

    બાફેલા બટાકા, ફણગાવેલા કઠોળ, મીઠું, સંચળ, કાંદા આ બધું લઈને પૂરી મા ભરી ને પુદિના પાણી સાથે પણ મસ્ત લાગે છે.

  7. 7

    તૂટેલી પૂરી લઈ એમાં મમરા, કાંદા, ફણગાવેલા કઠોળ, બાફેલા બટાકા, કોથમીર, સેવ, દાડમ ના દાણા, સંચળ, ચાટ મસાલો, સહેજ પુદિના પાણી કે પુદિના પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરીને ચૂરો બનાવો. છેલ્લે ચૂરો ખાવાની મજા જ કાંઈક અલગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhaval Chauhan
Dhaval Chauhan @CookingEngineer
પર

Similar Recipes