રગડા પૂરી જૈન (Ragda Poori Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#EB
#Ragadapuri
#Week7
#CookpadIndia
#COOKPADGUJRATI
પાણીપુરી ભારતભરના જુદાજુદા પ્રદેશમાં અલગ અલગ નામથી ઓળખાય છે અને થોડી ઘણી બનાવવાની રીત પણ બધાની અલગ પડે છે શિયાળો ચોમાસુ હોય ત્યારે ગરમાગરમ વરાળ નીકળતા રગડા સાથે પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.
ઘણા વર્ષો પહેલા જ્યારે હું ઉત્તરાખંડ ગઈ હતી ત્યારે મસુરી માં ખૂબ જ ઠંડી હતી તેવા સમયે ત્યાં પ્રથમ વખત રગડા માં બનાવેલી પાણીપુરીમાં ટેસ્ટ કરી હતી. ત્યારથી તે મારી ફેવરિટ બની ગઈ છે. પછી તમે તે દુકાનવાળાને તેની રેસીપી પણ પુછી લીધી હતી જોકે તે મને સ્પેશ્યલ સફેદ નાના કાબુલી ચણા માંથી રગડો તૈયાર કરેલ હતો. ઉત્તર ભારતમાં માં મોટાભાગે હું જ્યાં ગઈ છું ત્યાં બધે જ મેં રગડા પાણીપુરી ખાધી છે. કારણ કદાચ એ પણ હશે કે નોર્થ માં ઠંડી વધારે પડે છે આથી ત્યાંના વાતાવરણમાં રગડા સાથેની ગરમાગરમ પાણીપુરી ખાવાની મજા ખૂબ જ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. રગડો બનાવવા માટે:
  2. 1 કપકઠોળના વટાણા લીલા અથવા સફેદ
  3. 2કાચા કેળા બાફેલા
  4. 1 મોટી ચમચીપાણીપુરી નાં પાણી ની લુગદી
  5. 1/2 ચમચી મીઠું
  6. 1/4 ચમચી હળદર
  7. 1/4 ચમચી લાલ મરચું પાઉડર
  8. 1/4 ચમચી પાણીપુરીનો કોરો મસાલો
  9. 1/4 ચમચી ચાટ મસાલો
  10. લુગદી બનાવવા માટે:
  11. ૧ કપફુદીનો
  12. 1 કપકોથમીર
  13. ૩-૪લીલા મરચા
  14. 1/4 ચમચી મીઠું
  15. 1/4 ચમચી સુંઠ
  16. 2 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    રગડો બનાવવા માટે:
    કઠોળના વટાણાને બેથી ત્રણ વખત ધોઈને મીઠું અને હળદર ઉમેરી પાંચથી છ કલાક માટે પલાળી રાખો પછી 4 તેને પ્રેશર કુકરમાં બાફી લો.

  2. 2

    એક પેનમાં કાચા કેળા ને બાફી તેમાંથી એક કેળાનો માવો કરી ઉમેરો પછી તેમાં બાફેલા વટાણા ઉમેરો તેની સાથે બાકી રહેલા એક કેળાને ઝીણું સમારીને ઉમેરો. અને તેમાં બે કપ જેટલું પાણી ઉમેરી તેને બરાબર પાંચથી સાત મિનિટ માટે ઉકાળી લો.

  3. 3

    હવે તેમાં પાણીપુરીનો મસાલો ચાટ મસાલો લુગદી અને લાલ મરચું પાઉડર ઉમેરી ફરી ૨ થી ૩ મિનિટ માટે ઉકાળી લો તો તૈયાર છે પાણીપુરી માટેનો ગરમાગરમ રગડો.

  4. 4

    લુગદી બનાવવા માટે:
    એક મિક્સર જારમાં ધોઈને સાફ કરેલા કોથમીર ફુદીના, લીલા મરચા, મીઠું, લીંબુનો રસ, મીઠું અને બરફના ટુકડા ઉમેરી તેને ક્રશ કરી તેની લૂગદી તૈયાર કરી લો.

  5. 5

    તૈયાર કરેલ ગરમા-ગરમ ટેસ્ટી રગડા ને પાણીપુરી ની પૂરી,મીઠી ચટણી, તીખું પાણી,કાચા કેળા અને ચણા નાં મસાલો, મગ નાં મસાલા સાથે મેં સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes