વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ ઈન્ડો- ચાઈનીઝ સ્ટ્રીટ ફુડ છે.મન્ચુરીયન ગ્રેવી સાથે બેસ્ટ લાગે છે.

વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)

આ ઈન્ડો- ચાઈનીઝ સ્ટ્રીટ ફુડ છે.મન્ચુરીયન ગ્રેવી સાથે બેસ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20  :મીનીટ
2 સર્વ
  1. 11/2 કપરાંધેલો ભાત
  2. 3/4 કપશાક (ફણસી,ગાજર,વટાણા, ફલાવર)
  3. 1 ટે.સ્પૂન સમારેલા આદુ, લસણ અને લીલાં મરચાં
  4. 1/2 નંગલાંબા સમારેલા કાંદા
  5. 1/2 કપલાંબા સમારેલા કેપ્સીકમ
  6. 2 ટે.સ્પૂન સેઝવાન સોસ
  7. 1 ટે.સ્પૂન રેડ ચીલી સોસ
  8. 1 ટી સ્પૂનટોમેટો કેચઅપ
  9. 1 ટી સ્પૂનસોય સોસ
  10. 1 ટી સ્પૂનવીનીગર
  11. 1 ટે.સ્પૂન કોર્ન ફલોર સ્લરી
  12. મીઠું

રાંધવાની સૂચનાઓ

20  :મીનીટ
  1. 1

    એક પેન માં તેલ ગરમ કરી અંદર આદુ, લસણ અને લીલા મરચાં ને સોતે કરી અંદર કાંદા નાંખી સોતે કરી, કેપ્સીકમ નાંખી સોતે કરવા.ફાસ્ટ ગેસ ઉપર જ કરવું અને ક્રીસ્પી રાખવા.

  2. 2

    અંદર સેઝવાન સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ નાંખી મીકસ કરવું. 2 ટે.સ્પૂન પાણી નાંખી કુક કરવું. બધા શાક અને મીઠું નાંખી 2-3 મીનીટ ફાસ્ટ ગેસ ઉપર સોતે કરવું. શાક ને ક્રીસ્પી રાખવા.કોર્ન ફલોર ની સ્લરી નાંખી 2 મીનીટ કુક કરવુ.

  3. 3

    છેલ્લે રાંધેલો ભાત નાંખી હલકા હાથે મીકસ કરવું.સોય સોસ અને વીનીગર નાંખી મીકસ કરવું. ગરમ જ સર્વ કરવું. સાથે કોઈ પણ ગ્રેવી લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes