સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#TT3
#cookpadgujarati
#cookpadindia
સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપકુક્ડ બાસમતી રાઈસ
  2. 1.5 Tbspતેલ
  3. 2 Tbspસમારેલું લસણ
  4. 1 Tspખમણેલું આદુ
  5. 1/4 કપસમારેલી ડુંગળી
  6. 1/4 કપસમારેલા ગ્રીન કેપ્સિકમ
  7. 1/4 કપસમારેલા રેડ કેપ્સિકમ
  8. 1/4 કપસમારેલી કોબી
  9. 1/4 કપસમારેલી ફણસી (સેમી કુક્ડ)
  10. 1/4 કપસમારેલું ગાજર
  11. 1/4 કપલીલા વટાણા (સેમી કુક્ડ)
  12. 1 Tspસોયા સોસ
  13. 1 Tspવીનેગાર
  14. 2 Tbspસેઝવાન સોસ
  15. સ્વાદ અનુસારમીઠું
  16. ગાર્નિશીંગ માટે લીલી ડુંગળીના સમારેલા લીલા પાન

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં સમારેલી ડુંગળી, સમારેલું લસણ અને ખમણેલું આદું ઉમેરવાનું છે.

  2. 2

    સમારેલું ગાજર, લીલા વટાણા અને સમારેલી કોબી ઉમેરવાના છે.

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલી ફણસી, સમારેલું લીલું કેપ્સિકમ અને સમારેલા લાલ કેપ્સિકમ ઉમેરવાના છે.

  4. 4

    હવે તેમાં સોયા સોસ, વિનેગર અને સેઝવાન સોસ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    ત્યારબાદ તેમાં કુક કરીને તૈયાર કરેલા બાસમતી રાઈસ ઉમેરવાના છે અને તેને પણ વેજીટેબલ્સ સાથે બરાબર રીતે મિક્સ કરી લેવાના છે.

  6. 6

    તો અહીંયા આપણા ગરમાગરમ સેઝવાન રાઈસ સર્વ કરવા માટે તૈયાર છે.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes