રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ દક્ષિણ ભારત ની ફેમસ ઢોંસા ની બહુ પ્રસિદ્ધ વાનગી છે. કડક પતલા રવા ઢોંસા ખાવા ની બહુ જ મજા આવે છે.ન વાટવાની કડાકૂટ કે ન પલાળવા નું ટેન્શન.આ instant ઢોંસા છે.
#EB
#Week13

રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)

આ દક્ષિણ ભારત ની ફેમસ ઢોંસા ની બહુ પ્રસિદ્ધ વાનગી છે. કડક પતલા રવા ઢોંસા ખાવા ની બહુ જ મજા આવે છે.ન વાટવાની કડાકૂટ કે ન પલાળવા નું ટેન્શન.આ instant ઢોંસા છે.
#EB
#Week13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25  મીનીટ
3 :સર્વ
  1. 1/2 કપજીણો રવો
  2. 1/2 કપચોખાનો લોટ
  3. 1/4 કપમેંદો
  4. 1/2ઝીણા સમારેલો કાંદો
  5. 1-2ઝીણા સમારેલા લીલા મરચાં
  6. 1/2 ચમચીઝીણું સમારેલું આદુ
  7. 1-2 ચમચીસમારેલી કોથમીર
  8. 1/2 ચમચીઆખું જીરું
  9. 1/2 ચમચીઆખા મરી
  10. 8-10સમારેલા લીમડા ના પાાન
  11. 2 1/4-2 1/2 કપપાણી
  12. મીઠું
  13. તેલ અથવા ઘી ઢોંસા બનાવવા માટે

રાંધવાની સૂચનાઓ

25  મીનીટ
  1. 1

    એક મોટા બાઉલ માં રવો, ચોખા નો લોટ, મેંદો,કાંદા,લીલા મરચા,આદુ,લીમડો,કોથમીર,મરી, જીરું અને મીઠું નાખી મિક્સ કરવું.અંદર પાણી નાંખી whisk કરવું. એકદમ પતલું ખીરું બનાવવું.30 મીનીટ ઢાંકી ને રાખવું.

  2. 2

    ઢોંસા ના તવા ને ગરમ મુકવો.તેલ થી ગ્રીસ કરી ટીશ્યુ પેપર થી તવા ને લૂછી લેવો.

  3. 3

    ખીરા ને બરાબર હલાવવું પછીજ ઢોંસા ઉતારવા. વાટકી માં ખીરું લઈ બહાર થી અંદર ની સાઈડ ખીરું પાથરવું. વચ્ચે gap હોય ત્યાં ખીરા થી gap ભરી લેવી.

  4. 4

    મીડીયમ તાપે ઢોંસા થવા દેવો.ઉપર ની બાજુ શેકાઈ જાય એટલે તેલ લગાડી ને flip કરવું. બીજી સાઈડ કડક થાય એટલે ગરમ જ પ્લેટ માં કાઢી લેવો. સંભાર,કોપરા ની ચટણી અને મસાલા સાથે સર્વ કરવો.

  5. 5

    આવીજ રીતે બીજા ઢોંસા ઉતારવા. એક વાત ધ્યાનમાં રહે કે બધી વખતે ખીરું હલાવીને તવા ઉપર પાથરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes