દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Hiral kariya
Hiral kariya @Hiral_
શેર કરો

ઘટકો

૩૦/૪૫
  1. ૧ બાઉલબાજરીનો લોટ
  2. ૩ ચમચીબેસન ના લોટ
  3. ૧/૨ બાઉલઘઉંનો કરકરો લોટ
  4. ૧/૨ બાઉલદુધી
  5. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. ૨ ચમચીકોથમીર
  7. 1 ચમચીહળદર પાઉડર
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 1 ચમચીધાણાજીરું પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૨ ચમચીખાવા નો સોડા
  12. તેલ મોળ માટે
  13. ૧/૨ બાઉલબનાવેલા ભાત
  14. ૨ ચમચીદહીં
  15. વઘાર માટે:
  16. 2 ચમચીતેલ
  17. 1/2 ચમચીરાઇ
  18. 1/2 ચમચીજીરૂ
  19. 1 ચમચીતલ
  20. 1/૪ ચમચીહિંગ
  21. મીઠા લીમડાના ના પાન
  22. સજાવટ માટે:
  23. કોથમીર
  24. ખમણ

રાંધવાની સૂચનાઓ

૩૦/૪૫
  1. 1

    એકવાર વાસણ લો તેમાં બધા લોટ નાખો પછી તેમાં ખમલેલી દુધી ભાત બધા મસાલા નાખો પછી આદુ મરચા ની પેસ્ટ કોથમીર તેલ સોડા દહીં બધું નખી મિક્સ કરો.

  2. 2

    પછી થોડી થોડી પાણી નખી લોટ તૈયાર કરો.પછી તેમાં તેલ વડો હાથ કરી ને મુઠીયા વાડી લો.

  3. 3

    મુઠીયા ને હવે આપડે વરાળ માં બાફવા મુકી ૧૫/૨૦ મિનીટ ચડવા દેશું પછી ચેક કરી લેસું પછી થઇ ગયા હોય તો ગેસ બંધ કરી દેશું અને ઠંડા થવા દો પછી મુઠીયા ને કટ કરી લેસુ.પછી આપડે તેનો વઘાર કર્સું.

  4. 4

    વઘાર માટે એક પેન માં તેલ લેશું તેમાં રાઈ જીરું તલ હીંગ મીઠા લીમડાના ના પાન લેશું તેમાં મુઠીયા નાખી દો.પછી મુઠીયા અને બરાબર મિક્સ કરો. ૨/૩ મિનિટ રેવા દો.

  5. 5

    તો તૈયાર છે આપડા દુધી ના મુઠીયા તેને કોથમીર અને કોપરા ના ખમણ વડે સજાવટ કરી સુ.

  6. 6

    આ દુધી ના મુઠીયા આપણે ચા સાથે લઈ શકીએ.તો તમે બનાવો આ દુધી ના મુઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral kariya
Hiral kariya @Hiral_
પર

Similar Recipes