વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#MRC
#Cookpadindia
#Cookpadgujrati
વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન.
આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે.

વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)

#MRC
#Cookpadindia
#Cookpadgujrati
વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન.
આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 વ્યકિત
  1. મંચુરિયન બોલ્સ માટે ⬇️
  2. 100 ગ્રામફણસી
  3. 100 ગ્રામકેબેજ
  4. 100 ગ્રામકેપ્સિક્મ
  5. 50 ગ્રામલીલાં કાંદા
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  8. 10-12 નંગસ્લાઈસ બ્રેડ
  9. 100 ગ્રામબોઈલ નુડલ્સ
  10. 1 ચમચીસોયા સોસ
  11. 1 ચમચીકોર્ન ફ્લોર
  12. 1 ચમચીચીલી સોસ
  13. 1/4 ચમચીવ્હાઈટ વિનેગર
  14. 1/4 ચમચીમરી પાઉડર
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. ગાર્લિક સોસ માટે ⬇️
  17. 1+1/2 કપ ટોમેટો કેચઅપ
  18. 1 ચમચીચીલી સોસ
  19. 2 ચમચીકોર્ન ફ્લોર
  20. 8-10 નંગકળી વાટેલું લસણ
  21. સ્વાદ પ્રમાણેમીઠું
  22. 2 કપપાણી
  23. 1 ચમચીવિનેગર
  24. 1 ચમચીબટર
  25. 2 ચમચીસાકર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મંચુરિયન બોલ્સ રેડી કરવા માટે ⬇️
    ઉપર ઘટકમાં બતાવેલ પ્રમાણે બધાં વેજિટેબ્લ્સ બારીક કાપો. 2ચમચી તેલ ગરમ કરી તેમાં બધાં વેજીટેબલ્સ અને આજીનો મોટો નાંખો. 5 મિનીટ મધ્યમ આંચ પર સાંતળી લેવાં. પાણી બળી જાય ત્યારે તેમાં મરચું પાઉડર અને મીઠું નાંખી હલાવી લો. ઠંડુ થયા પછી જ બોઈલ નુડલ્સ અને બ્રેડ ને પલાળી હલકા હાથે નીચોવી લેવાં. તેમાં (ઘટક માં બતાવેલ પ્રમાણે બધાં સોસ નાંખી લેવાં સાથે કોર્ન ફ્લોર નાંખી ચપટા ગોળ ગોળા વાળો.
    એક પેન માં જરૂર મુજબ તેલ ગરમ થાય એટલે તેમાં ફાસ્ટ આંચ પર તળી લેવાં.

  2. 2

    અહીં આપણા ડ્રાય મંચુરિયન રેડી થઇ ગયા છે. તેને સોસ સાથે અથવા ગ્રેવી સાથે સર્વ કરી શકાય છે.

  3. 3

    ગાર્લિક સોસ ⬇️
    પાણીમાં કોર્ન ફ્લોર મિક્સ કરી અને ટોમેટો કેચઅપ સાથે મિક્સ કરી ગરમ કરવાં મૂકો.
    હવે તેમાં લસણ ની કળી, મીઠું, વિનેગર, બટર અને 2 કપ પાણી નાખી બધું બરાબર હલાવી લેવું. જ્યારે સોસ ઉકળી જાય અને ઘટ્ટ થાય એટલે ગૅસ બંધ કરી દો.

  4. 4

    હવે આપણે રેડી કરેલ ગાર્લિક સોસ તૈયાર છે. આ સોસ ને મંચુરિયન સાથે સર્વ કરો.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Similar Recipes