ભજીયા વિથ ચટણી

#ટ્રેડિશનલ ગુજરાતી હોય અને ભજીયા ના ખાય એવું બને નહીં. ગુજરાતીઓ નું જમણવાર ભજીયા વગર અધૂરું છે. અને બાળકો ને ખાસ બટાટાની કાતરી ના ભજીયા પસંદ હોય છે અને હા જો ભજીયા સાથે ખજૂર આમલીની ચટણી હોય તો ભજીયા ખાવાની મજા કંઈક જુદી જ હોય છે.
ભજીયા વિથ ચટણી
#ટ્રેડિશનલ ગુજરાતી હોય અને ભજીયા ના ખાય એવું બને નહીં. ગુજરાતીઓ નું જમણવાર ભજીયા વગર અધૂરું છે. અને બાળકો ને ખાસ બટાટાની કાતરી ના ભજીયા પસંદ હોય છે અને હા જો ભજીયા સાથે ખજૂર આમલીની ચટણી હોય તો ભજીયા ખાવાની મજા કંઈક જુદી જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ખજૂર અને આમલી લઈ તેને ગરમ કરવા માટે પાંચ મિનિટ મૂકી દેવું.ત્યારબાદ તેમાં ધાણાજીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને મીઠું નાખી ઊકળવા દેવું. ઠંડુ થાય એટલે મિક્સીમાં લઈ પીસી લેવું. હવે તેમાં આદુ મરચાની પેસ્ટ નાંખી બરાબર મિક્સ કરી લેવું તો તૈયાર છે ખજૂર આમલીની ચટણી ઉપર થી ધાણાભાજી નાખવા.
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં લીંબુ,બેકિંગ સોડા અને મીઠું ઉમેરી ઘોળ બનાવી લેવું. હવે તેમાં બટાકા ની કાતરી ઉમેરી તેના ભજિયાં તળી લેવા
- 3
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ લેવું ત્યારબાદ તેમાં મેથી, મરચા ની કટકી, હિંગ,લીંબુ, બેકિંગ સોડા અને મીઠું નાખી ઘોળ બનાવી લેવું.
- 4
હવે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં પછી ભજીયા પાડી લેવા.તે બરાબર થઈ ગયા છે કે નહિ તે ચેક કરવા માટે તેમાં ચપ્પુ અંદર નાખી આપો કરું નીકળે તો સમજી લેવું કે ભજીયા તૈયાર છે.
- 5
ગરમાગરમ ભજીયા ચટણી સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલાં ની છાલ ના ભજીયા (Karela Chhal Bhajiya Recipe In Gujarati)
#supersઆ કારેલાંની છાલ ના ભજીયા બીલકુલ કડવા લાગતા નથી પણ સુપર હેલ્ધી છે જે લોકો કડવા કારેલાનુ નામ સાંભળીને ભાગતા હોય એ પણ મજાથી ખાય છે અને કારેલાંના પોષકતત્વો મેળવી શકે છે.Shraddha Gandhi
-
મેથી પાલક ભજીયા (Methi Palak Bhajiya Recipe In Gujarati)
ભજીયા તો બધા જ ને ફેવરીટ હોય છેઆજે મેં મેથી અને પાલક ના ભજીયા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#PG chef Nidhi Bole -
ડુંગળી ના ભજીયા
#હોળીહોળી ના દિવસે મારા ઘરે ભજીયા ખાસ બંને છે.હોળી પ્રગટાવી દર્શન કરી, પૂજા કરી સાંજે બધા જમે છે.જેમા ફરસાણ માં ડુંગળી અને બટાકા ના પઈતા ના ભજીયા બને છે. Bhumika Parmar -
મિક્સ ભજીયા
#GA4#week1#potatoesભજીયા નું નામ પડતાંજ મોઢા માં પાણી આવી જાય છે.ભજીયા એક એવી ડિશ છે જે વરસાદ ની મોસમ માં અચૂક ખાવાની ઈચ્છા થાય છે એમાંય લસાનીયા બટેકા ના ભજીયા ની વાત જ નીરાળી હોય છે તો તમને અચૂક પસંદ આવશે તો ચાલો તૈયાર છે મિક્સ ભજીયા Archana Ruparel -
મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC વરસાદ આવે ને પહેલી વાનગી જો કોઇ યાદ આવે તો એ ભજીયા જ હોય.તો ચાલો....મોન્સુન સ્પેશલ મા મીક્ષ ભજીયા ની રેસીપી શેર કંરુ છું.ઉપર પ્લેટ મા રતાળુ,ટામેટાં,બટાકા,મરચા ને કાંદા ના ભજીયા તો છેજ...વચચે મે બટાકા ની બીજી વેરાયટી એવા આફી્કા ના ફેમસ મારુ ના ભ ઝીણા સવઁ કયાઁ છે. Rinku Patel -
ગાર્લિક ચીપ્સ સેન્ડવીચ ભજીયા
#ફેવરેટફ્રેન્ડસ, કોઈપણ મૌસમ માં બઘાં ના ફેવરિટ અને મારા ફેમિલી ના પણ ફેવરિટ એવાં ચીપ્સ ના ભજીયા માં હું લસણ ની તીખી ચટણી લગાવીને બનાવું છું જે ટેસ્ટ માં સ્પાઈસી અને ચટાકેદાર છે અને ખૂબ જ ઝડપથી બની જતાં આ ભજીયા મારા ઘર માં અવારનવાર બંને છે. asharamparia -
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતીદૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે. Bhumika Parmar -
ગોટા ભજીયા (Gota n bhajiya recipe in Gujarati)
#MW3પાલક મેથી ના ગોટાલાલ મરચા ના ભજીયાકેપ્સીકમ ના ભજીયા Rinku Bhut -
સ્વીટકોર્ન પકોડા (મકાઈનાં ભજીયા)
#ટીટાઈમઆજે તો સવારથી મેઘરાજાએ મહેર કરી છે. વાતાવરણ આહલાદક છે. સાંજે ઘરમાં બધાને ચા સાથે ભજીયા ખાવાની ઈચ્છા થઈ. તો ફ્રિજમાં મકાઈ પડેલી તો વિચાર્યું મકાઈનાં ભજીયા બનાવું, આમ તો દર વખતે ચણાની દાળ પલાળીને તેને વાટીને બનાવું છું પણ આજે સમય ઓછો હતો એટલે ચણાનો લોટ ઉમેરીને બનાવ્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા એટલે રેસીપી પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes -
ટમેટા સ્ટફ ચિઝી-ચટણી ભજીયા
#ટમેટા આ ભજીયા ખાવામાં એકદમ ટેસ્ટી અને યમી બને છે. તો આપણે ની રીત જોઈ લઈએ.. Kala Ramoliya -
ખજુર બા્ઉની
નો મેંદો,નો બટર,નો સુુગર તો પણ ટેસ્ટી ને યમી...ખાસ કરીને ને જેને ખજૂર ના ભાવતો હોય તો આ રીતે ટેસ્ટી લાગે ને ડાયાબિટીસ વાળા માટે .તથા શિયાળા મા ખાવા માટે ની નયુ વાનગી.. Shital Bhanushali -
વડાપાઉં
#ઇબુક૧#૨૭# વડાપાઉં તો સ્પેશિયલ બોમ્બે ના વડાપાઉં તરીકે વખણાય છે ઝડપી લાઈફમાં ખાવા નું પણ ઝડપી બની જાય એવું અને જંકફૂડના શોખીન માટે વડાપાઉં ખાસ છે mamtabhatt829@gmail.com Bhatt -
ચા સાથે વડા
#ટીટાઈમ આ વડા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખુબ જ જલ્દી બની જાય છે તો તમે પણ બનાવી જોજો... Kala Ramoliya -
નાયલોન ખમણ વીથ કઢી ને ચટણી
#લીલીપીળી ખમણ સાથે ચટણી તો મજા જ આવે પણ કઢી ની પણ મજા કંઈક જુદી જ છે..આ રેસિપીમાં લીલી અને પીળી બંને વસ્તુનો યુઝ કર્યો છે.... Kala Ramoliya -
રેડ વેલવેટ સ્ટીમ ઢોકળા વિથ પિંક ચટણી
#goldenapron3Week4#લવગઈકાલે કુકિંગમાં મેં એક અખતરો કર્યો આપણા કુકપેડ મેમ્બર કુકિંગ એક્સપર્ટ deepa rupani જી એ બીટરૂટ ઈડલી બનાવેલી તેવી જ ઈડલી કુકિંગ એક્સપર્ટ ekta rangam modi એ બનાવી. તેથી મને પણ થયું લાવો આજે હું પણ આ બીટ પર હાથ અજમાવું. અત્યારે goldenapron week4 ની પઝલમાં Rava અને Chutney બંને શબ્દો mention કરેલા છે સાથે સાથે કુકપેડ હિન્દી ગ્રુપમાં લાલ/પિંક રેસિપીનો કોન્ટેસ્ટ ચાલુ છે અને કુકપેડ englishમાં ગઈકાલે સ્ટીમફૂડ નો કોન્ટેસ્ટ પૂરો થયો એટલે એક જ રેસિપી ત્રણેય ગ્રુપમાં ત્રણ અલગ-અલગ ભાષામાં પોસ્ટ કરવાનાં એક તીર તીન નિશાનનાં ઈરાદા સાથે મેં આ વાનગી બનાવી. જેનું નામ મેં કુકિંગ એક્સપર્ટ asha ramparia દ્વારા બનાવેલ રેડવેલવેટ સૂપ પરથી લીધું છે. મેં ઈડલીનાં ખીરામાં બીટ, લીલા મરચાં, આદુ, મીઠુંની પેસ્ટ બનાવી ઉમેરી પણ કદાચ સોડા વધારે પડ્યો હશે એટલે સ્ટીમ થયા પછી ઢોકળા પીળા બન્યા. એટલે પછી વધેલી બીટની પેસ્ટમાં મેં સીંગદાણા અને લીંબુનો રસ ઉમેરી ઘટ્ટ ચટણી તૈયાર કરી. ઢોકળા પર તે ચટણી લગાવી તેને ફરીથી સ્ટીમ કર્યા સ્વાદમાં તો સરસ થયા અને જાણે ઢોકળા પર રેડ વેલવેટનું આવરણ જડેલું હોય દેખાવમાં તેવા થયા એટલે નામ આપ્યું રેડ વેલવેટ ઢોકળા અને ચટણીને નામ આપ્યું પિંક ચટણી. અખતરો સફળ થયો કારણકે ઢોકળા અને ચટણી બંને સ્વાદિષ્ટ બન્યું. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ખજૂર ની કેક
#શિયાળાશિયાળા માં ખજૂર ખાવુ ખૂબ જ લાભદાયક છે. તો મેં ખજૂર ની કેક બનાવી છે જે વગર ખાંડ, ગોળ વગર અને મેંદા વગર ની કેક બનાવી છે એકદમ હેલ્થી ઘઉં ના લોટ થી બનાવી છે... Sachi Sanket Naik -
બેસન ભજીયા
વરસાદની સિઝનમાં ભજીયા ખાવાનું કોને મન ન થાય વરસાદ પડતો હોય ત્યારે આપણને એક જ વસ્તુ યાદ આવે છે ગરમા ગરમ ભજીયા અને આ ભજીયા વરસાદમાં ખાવાનો એક અનેરો આનંદ હોય છે તો ચાલો આજ ની રેસીપી ગરમાગરમ બેસન ના ભજીયા બનાવવાનું શરૂ કરીએ.#માઇઇબુક# સૂપરસેફ3 Nayana Pandya -
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મકાઈ ના ભજીયા (makai na bhajiya recipe in gujarati)
#sep નોર્મલી વરસાદ પડતો હોય તો આપણે ચા અને ભજીયા ખાવાની ઈચ્છા થાય તો આજે મને એમ થયું કે કંઈક હેલ્દી વર્ઝન બનાવીએ તો મકાઈ ના ભજીયા અને કોળા અને ટામેટા નું સુપ બનાવ્યો Manisha Parmar -
ભજીયા
વરસાદના મોસમમાં ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ મોજ પડે છે અને આ ઋતુમાં દરેક ઘરમાં ભજીયા ખવાતા હોય છે#MRC Rajni Sanghavi -
મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચાય
#ટીટાઈમઆજે દોસ્તો ટી ટાઈમ માં આપણે લોકપ્રિય મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચા બનાવશું. Pratiksha's kitchen. -
ડુંગળી - મરચાં ના ભજીયા (Dungri Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#breakfast#tastyવરસાદ પડે અને ગુજરાતીઓના ઘરે ભજીયા ના બને એવું બને જ નહીં. ભજીયા એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. એમાંય ડુંગળીના ભજીયા ઓછી સામગ્રીમાંથી બને, બનાવવા સરળ અને ઝટપટ! Neeru Thakkar -
મેથી ના ગોટા.(Methi Gota Recipe in Gujarati)
#MW3ભજીયા. Post2શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળે છે.ઠંડી હોય કે વરસાદ હોય ત્યારે ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા આવે છે.ઉપર થી ક્રીશ્પી અને અંદર થી સોફટ ગોટા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
લીલા વટાણા નાં ભજીયા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં આવતા લીલા શાકભાજી જોઈને અવનવી વાનગીઓ બનાવવા નું મન થઇ જાય ખરું ને? ખાસ કરીને શિયાળામાં આવતા લીલી તુવેર, વટાણા, ચણા ,પાપડી વગેરે ના દાણા ખુબ જ પૌષ્ટિક હોય તેમાંથી લીલવા નું શાક, ઊંધિયું, કચોરી,જેવી ફેમસ વાનગીઓ બને છે. હવે ક્યારેક આ બધું ખાઈ ને કંટાળી ગયા હોઈ અને ઠંડી માં કંઈક નવું અને હેલ્ધી ખાવાનું મન થાય ત્યારે ભજીયા એક બેસ્ટ ઓપ્શન છે. માટે ,મેં અહીં લીલા વટાણા નો મેકસીમમ ઉપયોગ કરી ગરમાગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ભજિયાં બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ભજીયા (bhajiya recipe in Gujarati)
વરસાદ પડે એટલે ઘરના બધાને ગરમાગરમ ભજીયા ખાવાનું મન થાય. બધાની ડિમાન્ડ કેટલી જુદી જુદી હોય કેળાના ભજીયા,ખજૂર ભજીયા,ડુંગળીના ભજીયા,રીંગણાના ભજીયા,અજમાના પાનના ભજીયા,મરચાના ભજીયા. Davda Bhavana -
નાયલોન ખમણ
#ગુજરાતી#ખમણ વગર તો ગુજરાતીઓની સવાર ન પડે. ખમણ વગર ગુજરાતીઓનું જમણ પણ અધૂરું લાગે. એકદમ ઝડપથી અને સરળતાથી બનાવી શકાય તેવી ડીશ સાથે સાથે એકદમ ટેસ્ટી પણ. Dimpal Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
સંક્રાંતિ સ્પેશિયલ ઊંધિયું
#સંક્રાતિ#ઇબુક૧#૧૨ફ્રેન્ડસ, ગુજરાતી ની એક ખાસિયત છે કે નાના મોટા દરેક તહેવાર ઘામઘૂમ થી ઉજવે. વળી, કેટલાક તહેવાર નું તો સ્પેશિયલ મેનુ હોય અને એ વાનગી ઓ વગર તો જાણે તહેવાર અઘુરો લાગે ખરું ને? એમાં પણ આજે મકરસંક્રાંતિ નો ખાસ પર્વ હોય અને બઘાં ને ત્યાં બનતું ટ્રેડિશનલ ગુજ્જુ સ્પેશ્યલ ઉંધીયુ અને જલેબી વગર પણ ઉતરાણ અઘુરી રહે અને મારી ઈ-બુક પણ. માટે મેં અહીં ટ્રેડિશનલ કાઠીયાવાડી ઊંધિયાની રેસીપી રજૂ કરી છે. asharamparia -
-
ઢોકળા (ભજીયા ની સામગ્રી માથી)
#goldenapron3#week 10 #curd #Leftover આપણે વિવિધ પ્રકારના જ્યારે વિવિધ પ્રકારના ભજીયા બનાવતા હોય ત્યારે થોડું ખીરું બચી જાય છે તો મારે જ્યારે ખીરું કે મેથીના ગોટા નુ ખીરુ નવધે ત્યારે આ રીતે ઢોકળા બનાવી લઉં છું Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ