વેજ એન્ચીલાડાઝ (Veg Enchilada Recipe in Gujarati)

વેજ એન્ચીલાડાઝ (Veg Enchilada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમાને આઠથી દસ કલાક પલાળી કૂકરમાં ચાર-પાંચ સીટી વગાડી બાફી લેવા.
- 2
હવે એક વાસણમાં મેંદો,મકાઈનો લોટ, બેકિંગ પાઉડર,બટર, સ્વાદ મુજબ મીઠું નાખી રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લઈશું.
- 3
હવે આપણે એન્ચીલાડાઝ માટેની ગ્રેવી બનાવીશું.એક કડાઈમાં ૧ ચમચી તેલ લઈ ગેસ ઉપર ધીમા તાપે મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રેડ ચીલી ફ્લેક્સ અને કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરવું.
- 4
પછી તેમાં ટામેટાની પ્યુરી નાખવી.
- 5
ટામેટાની પ્યુરી ચડી જાય એટલે તેમાં મીઠું,ખાંડ,કાળા મરીનો પાઉડર,ઓર્ગેનો,અને ટોમેટો કેચપ નાખીને પાંચ મિનિટ ગરમ થવા દેવું.પછી તેમાં ફ્રેશ ક્રીમ નાખવી.બરાબર મિક્સ કરી બે-ત્રણ મિનિટ રાખી ગેસ બંધ કરી ગેસ પરથી ઉતારી એક
વાસણમાં લઈ ઠંડી થવા દેવી. - 6
હવે એક વાસણમાં એક ચમચો બટર લઈ ગેસ ઉપર ધીમા તાપે મુકી બટર ગરમ થાય એટલે તેમાં લીલા મરચાં નાખવા.પછી કેપ્સીકમ નાખવા અને બરાબર મિક્સ કરવું.(મારી પાસે ત્રણેય કલર ના કેપ્સીકમ હતા જેથી મે ત્રણેય લીધા છે.પણ તમે એકલા ગ્રીન કલર ના લઈ શકો છો.)
- 7
પછી તેમાં મકાઈના દાણા નાખવા અને દસ મિનિટ ચડવા દઈશું.
- 8
પછી રાજમા નાખવા.સાથે કાળા મરીનો પાઉડર,રેડ ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,મિક્સ હર્ષ,સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરાબર મિક્સ કરવું.ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ ચડવા દેવું.પછી ધાણા નાખી મિક્સ કરવું.અને ગેસ પરથી ઉતારી થોડું ઠંડુ થવા દેવું. તો આપણું સ્ટફિંગ તૈયાર છે.
- 9
હવે આપણે લોટ બાંધ્યો છે
તેમાંથી રોટલીઓ બનાવીશું.અને કાચી-પાકી રોટલીઓ શેકી લઈશું. - 10
હવે બેકિંગ ટ્રેને ગ્રીઝ કરી લઈશું.અને ટ્રે માં ૨ ચમચા ગ્રેવી રેડીશું.
- 11
હવે રોટલીમાં ગ્રેવી લગાવી ફોટામાં બતાવ્યા પ્રમાણે વચ્ચે એક ચમચો સ્ટફિંગ મૂકીશું.
- 12
હવે ચીઝ ભભરાવી રોલ બનાવવો. આ રીતે બધી રોટલી ના રોલ બનાવી લઈશું.
- 13
અને બેકિંગ ટ્રે માં ગોઠવી લઈશું.
- 14
ફરી ઉપર ગ્રેવી પાથરી ચીઝ ભભરાવવું.
- 15
એક વાસણમાં પાણી મૂકી અંદર સ્ટેન્ડ મૂકવું. ઉપર ટ્રે મૂકી ઢોકળાની જેમ વરાળથી દસ મિનિટ બેક કરી લઈશું.
- 16
તો તૈયાર છે આપણા એન્ચીલાડાઝ અને ગરમાં-ગરમ સર્વ કરવુંં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીલી ગાર્લિક લછ્છા પરાઠા (Chilli Garlic Lachcha Paratha recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ પરાઠા ઘઉંનો લોટ અને 2 ચમચી મેંદો ઉમેરીને બનાવ્યા છે અને સોડા કે દહીંનો ઉપયોગ બિલકુલ કર્યો નથી.લછ્છા પરાઠા બનાવવા માટે થોડી મહેનત કરવી પડે છે પણ બન્યા પછી ખાવામાં પણ સરસ લાગે છે. આ પરાઠા સબ્જી સાથે સર્વ તો કરી શકો છો પણ નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Urmi Desai -
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
મેક્સિકન ભેળ (Mexican bhel Recipe in gujarati)
મારા પતિ ની મકાઈ ફેવરિટ છે એટલે આ ડિશ પણ એમની ફેવરિટ છે. Jenny Nikunj Mehta -
પીઝા ફ્લેવર ખાખરા
#સુપરશેફ3મેં ખાખરાબનાવ્યા છે આ ખાખરાના મેં નાચોસ બનાવતા હોય એ એની સામગ્રી લીધી છે અને આ ખાવાથી તેમાં તમે જે સામગ્રી છે પિઝા ની પણ ઉમેરી છે .આ ખવામાં બહુ જ સરસ લાગશે. વરસાદના દિવસોમાં તો ચા કોફી સાથે પણ સારા લાગશે આના તમે ખાખરા પીઝા પણ બનાવી શકો છો ઉપર પિત્ઝા ની ટોપિંગ કરીને. Pinky Jain -
કોન્ચીગ્લી પાસ્તા (Conchiglie Pasta Recipe In Gujarati)
CONCHIGLIE પાસ્તા એ ઇટાલિયન આધારિત વાનગી છે જે મેં મારા પરિવાર માટે મારી શૈલીમાં બનાવી છે. મેં તેમાં ખાંડ ઉમેરી નથી પણ જો તમે ઈચ્છો તો થોડી ઉમેરો. તમે આ પાસ્તાને ચીઝ સાથે પણ ખાઈ શકો છો અને તેનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ છે cooking with viken -
મશરૂમ સ્પિનચ કોર્ન ગૅલૅટ (Mushroom Spinach Corn Galette Recipe In Gujarati)
ગૅલૅટ ફ્રેન્ચ પેસ્ટ્રી નું ફ્રી ફોર્મ છે. આ એક ફ્લેટ પેસ્ટ્રી છે જેમાં કોઈ પણ પ્રકારના ટાર્ટ ટીન અથવા તો પાઇ ડીશ ની જરૂર પડતી નથી. ગૅલૅટ બનાવવા માટે પેસ્ટ્રી ને વણીને વચ્ચે ફીલિંગ મૂકીને પેસ્ટ્રી ને એની ઉપર આજુબાજુ બંધ કરી દેવામાં આવે છે. ગૅલૅટ મીઠા અથવા તો નમકીન બંને રીતે બનાવી શકાય. એમાં ફીલિંગ તરીકે અલગ અલગ પ્રકારના ફળ અથવા તો વેજીટેબલ કે ચીઝનું નમકીન ફીલિંગ પણ કરી શકાય. મેં અહીંયા મશરૂમ પાલક અને મકાઈ વાપર્યા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે વાર-તહેવારે કે કોઈ પાર્ટીના જમવાના એક ભાગરૂપે બનાવી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
નાચોઝ (Nachos recipe in Gujarati)
નાચોઝ મેક્સિકન સ્નેક છે જે કોઈપણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય છે. નાચોઝ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ. ચીઝ રીંગ (Veg Cheese Ring Recipe in Gujarati)
આ ડીશ મેં પહેલી વાર જ ખાધી છે. મારી બર્થ ડે ના દિવસે જ મેં આ ડીશ ડીનર માં બનાવી હતી. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો.#માઇઇબુક#પોસ્ટ૨૯ Charmi Shah -
મેક્સિકન પોટ રાઈસ(Maxican Pot rice Recipe In Gujarati)
##september my receipy મેક્સિકન મેનુ અને મોનસુન સિઝન એ એક મસ્ત કોમ્બિનેશન છે. મેક્સિકન મેનુમાં મેક્સી કન રાઈસ એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ ઇઝી આઈટમ છે. અત્યારના કોલેજીયન youngsters ની સૌથી ફેવરિટ આઈટમ છે. વળી મોનસુન સિઝન માં ગરમા-ગરમ ટેસ્ટી અને સ્પાઈસી મેક્સીકન રાઈસ ની મજા કંઈક ઔર છે. Chelsy Damani -
મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
#ff2#week2#friedjainrecipe#childhood ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)
આ એક ઇટાલિયન ડિશ છે જે મેન કોર્ષ માં ગણાય છે જે ખૂબ જલ્દી બની જાય એવી બેકિંગ ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)
વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે Arpita Sagala -
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
બીન બરિટો એક મેક્સીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાનો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બનાવવામાં થોડો સમય લાગે છે પણ એને ખાવાની મજા જ કંઇક અલગ છે.#સુપરશેફ2#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ30 spicequeen -
બટાકા હરા
#RB9#WEEK9બટાકા હરા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, બટાકા હરા લેબનીસ ડીશ છે. બટાકા હરા મને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ (Spinach Corn Cheesy Sandwich Recipe In Gujarati)
#30mins#ChooseToCook - my favorite recipe#cookpad#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી મને ખૂબ જ પસંદ છે કેમકે આ રેસીપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.બીજું એ કે અત્યારે નવરાત્રિના દિવસ ચાલે છે ત્યારે આપણે એવી ડીશ બનાવવાનું પસંદ કરતા હોઈએ છીએ કે જે ઝડપથી બની જાય અને હેલ્ધી પણ હોય. નવરાત્રિમાં રમી અને આવીએ એટલે એક હેલ્ધી ડીશ ખાવાનું સારું રહે છે જેનાથી આપણને એનર્જી મળી જાય. તો એવી જ રેસિપી આજે હું શેર કરું છું જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે સાથે સાથે ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવી સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ.જે નાના થી લઈ વડીલ દરેકને પસંદ પડશે. Ankita Tank Parmar -
બિન બરીટો (Bean Burrito Recipe in Gujarati)
બિન બરીટો એક મેક્સિકન વાનગી છે જે ઘણા બધા હેલ્ધી વેજીટેબલસ થી બનેલી હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Siddhpura -
મેક્સિકન લસાનીઆ (Maxican Lasagna Recipe In Gujarati)
#GA4 #Week21 #maxican #kidneybeans Harita Mendha -
મેક્સીકન રેપ (Mexican wrap Recipe In Gujarati)
#GA4#Week21#kidney_beans#Mexicanઅત્યારે #રેપ ટ્રેન્ડ જોવા મળે છે એટલે આજે રાજમા સ્ટફિંગ, સલાડ અને ચીઝ ભરી મેક્સીકન ફલેવર રેપ બનાવ્યા છે.સામાન્ય રીતે મેંદાના સાદા ટોર્ટીલા બનાવીએ છીએ. આજે મેં એ પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બનાવ્યા છે. ટોર્ટીલા ઘંઉ અને મેંદો મિક્સ કરીને પણ બનાવી શકો છો. Urmi Desai -
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ પીઝા કેનપ (Veg Pizza Canape Recipe In Gujarati)
ક્રિસમસનું સેલિબ્રેશન અને ખાવામાં પણ હેલ્ધી છોકરાઓને પીઝા જેવો ટેસ્ટ આવે ને ટેસ્ટી લાગે#XS Mamta Shah -
સોટેડ વેજિટેબલસ્ (Sauteed Vegetables Recipe In Gujarati)
આ એક હેલ્ધી વાનગી છે અને ઝટપટ બની જાય છે. જે લોકો ડાયેટ કરતા હોય એ લોકો માટે આ વાનગી મદદરૂપ છે. Vaishakhi Vyas -
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
#MyFirstRecipe#ઓક્ટોબર#GA4#Week3#Pakoda#Post1આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે payal Prajapati patel -
વેજ સ્ટફ પફ રોલ (Veg Stuffed Puff Roll Recipe In Gujarati)
આ રેસીપી મા બટાકા અને વેજ નાખી પનીર નું સ્ટફીગ બનાવી તેને મે મેંદા ના વેજ બેઝ બનાવી એક ફલેવર ( ગાર્લિક, ઓરેગનો કેપ્સીકમ, ગાજર) ટેસ્ટ આપ્યો છે .જે મારી પોતાની રીતે અલગ ટચ આપીને રોલ બનાવ્યા છે. અને તે પણ માઇક્રોવેવ/ ઓવન વગર. કપલીટલી ગેસ પર .😊❤વેજ સ્ટફ પફ લોફ/ રોલ Parul Patel -
મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
#GA4#Week21- મેક્સિકન વાનગીઓ બધા એ ટેસ્ટ ન કરી હોય, પણ આ મેક્સિકન ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. એક અલગ ટેસ્ટ ની ચાટ છે.. બહુ જ ટેસ્ટી લાગશે.. Mauli Mankad
More Recipes
ટિપ્પણીઓ (15)