ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

આ રેસિપી લઈને આવી છુ ફરાળી પેટીસ રાજકોટ ના પ્રખ્યાત લીમડા ચોક માં બને છે રાજકોટ ના ફેમસ છે તો આવો જોઈએ કઈ રીતે બને
ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે બનાવશો તો ઘર મા બધા ને ટેસ્ટી લાગશે

# EB
#week15

#ff2
#friedfaralirecipies

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

આ રેસિપી લઈને આવી છુ ફરાળી પેટીસ રાજકોટ ના પ્રખ્યાત લીમડા ચોક માં બને છે રાજકોટ ના ફેમસ છે તો આવો જોઈએ કઈ રીતે બને
ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે બનાવશો તો ઘર મા બધા ને ટેસ્ટી લાગશે

# EB
#week15

#ff2
#friedfaralirecipies

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
ફેમિલી
  1. ૧ કિલો બટાકા
  2. ૧ કપ શીંગ દાણા
  3. ૧ કપ આરા લોટ
  4. સ્ટફ માટે ની સામગ્રી
  5. ૧ ચમચી જીરૂ પાઉડર
  6. ૧ ચમચી સંચળ પાઉડર
  7. ૧ ચમચી ચાટ મસાલો
  8. આદું મરચાં ની પેસ્ટ ૩/૪ લીલા મરચા
  9. ૧ ચમચી આમચૂર પાઉડર
  10. ૧ ચમચી ક્રશ કરેલી ખાંડ
  11. ૨ ચમચી ક્રશ કરેલા શીંગદાણા નો ભુક્કો
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  14. તળવા માટે તેલ
  15. કોથમીર સમારેલી
  16. ૨ મોટી ચમચી ટોપરા નુ છીણ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે બટાકા ને ધોઈ લો ત્યારબાદ તેને કુકરમાં બાફી લો થઈ જાય એટલે તેને ઠંડુ થવા મુકી દો

  2. 2

    હવે આપણે બટાકા ઠંડા થઈ જાય એટલે ૫૦૦ / ૫૦૦ એટલે અડધા કરી લો

  3. 3

    અડધા બટાકા ને ખમણી લો આ રીતે તમે જોઈ શકો છો અને અડધા ને મેસ કરી લો

  4. 4

    ત્યારબાદ ખમણી વાળુ સ્ટફ છે એમાં બધા મસાલા નાખી લો સરસ રીતે મિક્સ કરી લો સામગ્રી જોઈ લેવી
    એ થઈ જાય એટલે મેસ કરેલ બટાકા મા આરા લોટ નાખો મીઠું ચાટ મસાલા જીરૂ પાઉડર સંચળ પાઉડર નાખી ને લોટ બાંધી લો તમે જોઈ શકો છો આ રીતે ફિલીંગ નુ સ્ટફ તૈયાર કરીયુ છે એના નાના ગોલા વાળવા આ રીતે તમે જોઈ શકો છો

  5. 5

    હવે આપણે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લો પછી તમે જોઈ શકો લોટ ના લુવા કરી તેમાં સ્ટફ ભરી લેવું આ રીતે મે કરાયા છે આ રીતે બધા જ કરી લેવા

  6. 6

    ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તેમાં તળી લેવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મિડીયમ ફલેમ રાખવાનો છે
    તમે જોઈ શકો છો આ રીતે
    એ થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લઈએ

  7. 7

    તો રાજકોટ સ્ટાઈલ રાજકોટ ના ફેમસ ફરાળી પેટીસ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes