ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda
શેર કરો

ઘટકો

એક કલાક
દસ વ્યક્તિ
  1. 250 ગ્રામ માવો
  2. 25 ગ્રામતપકિર
  3. 1 ચમચીઘી
  4. જરૂર પ્રમાણે દૂધ
  5. ૭૫૦ ગ્રામ ખાંડ
  6. ૮૦૦ મિલી લીટર પાણી
  7. સાતથી આઠ કેસરના તાંતણા
  8. તળવા માટે તેલ
  9. 1 ચમચીઈલાયચી પાઉડર
  10. ચમચીબદામ પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    પહેલા એક તપેલીમાં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરી ગરમ કરો. પછી તેને હલાવતા રહો. ખાંડ ઓગળે પછી તેમાં કેસરના તાંતણા અને ઈલાયચી પાઉડર ઉમેરી પાંચ મિનિટ સુધી ઉકળવા દો. પછી ગેસ બંધ કરી દો. હવે ચાસણી તૈયાર છે.

  2. 2

    એક બાઉલમાં માવો લો. માવામાં ગાંઠા ન રહે તે રીતે બરાબર મેશ કરી લો. પછી તેમાં તપકીર અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરતા જાવ અને તેનો સોફ્ટ બોલ્સ બનાવી લો.

  3. 3

    હવે કઢાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં બોલ્સને ધીમા તાપે ફ્રાય કરો. બ્રાઉન કલરના થાય એટલે એક પ્લેટમાં કાઢી લો.

  4. 4

    હવે બધા બોલ્સ ને બનાવેલી ગરમ ચાસણીમાં બોળી રાખો. ચાસણી ગુલાબ જાંબુ માં બરાબર ભળી જાય અને ચાસણી એબ્સોર્બ કરે પછી એક સર્વિંગ બાઉલમાં ગુલાબ જાંબુ લઈ તેને બદામ પિસ્તાની કતરણથી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes