મટર ભાત (Matar Rice Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#childhood
પુલાવ કે બિરિયાની ની સમજ ના હતી.રવિવારે કે રજા ના દિવસે બધા ભાઈ બહેન ઘરે હોય ત્યારે મટર ભાત બનાવતા, સાથે કઢી કે દહીં સાથે ખાતા ત્યારે મોટી પાર્ટી કે રેસ્ટોરન્ટ માં ખાધું હોય એવી ફિલિંગ આવતી . એ પણ બહુ ખુશીના દિવસો હતા...
તો આજે મારું બાળપણ યાદ કરી ને મટર ભાત બનાવી ને એ દિવસો યાદ કરીશ

મટર ભાત (Matar Rice Recipe In Gujarati)

#childhood
પુલાવ કે બિરિયાની ની સમજ ના હતી.રવિવારે કે રજા ના દિવસે બધા ભાઈ બહેન ઘરે હોય ત્યારે મટર ભાત બનાવતા, સાથે કઢી કે દહીં સાથે ખાતા ત્યારે મોટી પાર્ટી કે રેસ્ટોરન્ટ માં ખાધું હોય એવી ફિલિંગ આવતી . એ પણ બહુ ખુશીના દિવસો હતા...
તો આજે મારું બાળપણ યાદ કરી ને મટર ભાત બનાવી ને એ દિવસો યાદ કરીશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. બાઉલ ચોખા
  2. ૧ નંગબટાકા
  3. ગાજર
  4. કેપ્સિકમ
  5. ડૂંગળી
  6. ટામેટું
  7. ૧/૨ કપમટર
  8. ૧ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  9. મસાલા માં.
  10. ૧ ચમચી મરચું
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીધાણાજીરૂ
  13. ૧ ચમચીગરમ મસાલો
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. વઘાર માટે :
  16. ૧ ચમચો ઘી
  17. ૧ ચમચો તેલ
  18. ૧ ચમચીરાઈ
  19. ૧ ચમચીજીરું
  20. ૧/૪ ચમચીહિંગ
  21. લવિંગ
  22. ૧ ટુકડોતજ
  23. તેજપત્તા
  24. ૬-૭ મીઠા લીમડા ના પાન
  25. પાણી જરૂર પૂરતું

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ચોખા ને ૨-૩ વાર ધોઈ ને પલાળી રાખવા.

  2. 2

    પ્રેશર કુકરમાં તજ લવિંગ તેજપત્તા નાખી,રઈ જીરું તતડાવી ડુંગળી સાંતળવી

  3. 3

    ડુંગળી સંતાડાઈ જાય એટલે ટામેટા અને આદુ મરચાં લસણ ની પેસ્ટ એડ કરી પાછું સાંતળવું અને બધા શાક એડ કરી દેવા.

  4. 4

    બધુ સરખું મિક્સ કરી કોરા મસાલા એડ કરી,પલાળેલા ચોખા એડ કરવા અને બધું હલાવી લેવું અને કુકર નું ઢાંકણ બંધ કરી ૨-૩ વ્હિસલ વગાડી લેવી.

  5. 5

    પૂરી રીતે કુકર ને ઠંડુ પાડી ને ખોલવું..મસ્ત મટર ભાત રેડી થઈ ગયા હશે.

  6. 6

    ડિશ માં કાઢી સર્વ કરવું સાથે કઢી સર્વ કરી છે..
    તો મારી આ childhood ની રેસિપી તમે પણ બનાવજો..બહુ જ મજા આવશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes