ભેળ (Bhel Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#childhood
કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી

ભેળ (Bhel Recipe In Gujarati)

#childhood
કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 300 ગ્રામ મમરા
  2. 100 ગ્રામ સેવ
  3. 100 ગ્રામ ખમણી સેવ
  4. ખજુર આંબલી ની ચટણી
  5. લીલી ચટણી
  6. લસણ ની ચટણી
  7. 4 નંગબાફેલા બટાકા બાફેલા દેશી ચણા
  8. 50 ગ્રામ કોથમીર
  9. થોડાદાડમ દાણા
  10. 4 નંગડુંગળી
  11. 2ટામેટાં
  12. તળેલી રોટલી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મૂકી તેમાં ચપટી હીંગ ને હળદર નાખી મમરા વધારો.

  2. 2

    એક બાઉલ માં મમરા સેવ તનળેલી રોટલી મિક્ષ કરો. પછી બટાકા ડુંગળી ટામેટાં સમારી લો.

  3. 3

    ત્યારબાદ એક મોટી તપેલીમાં મમરા સેવ તળેલી રોટલી બધીજ ચટણીઓ ડુંગળી બટાકા ચણા ટામેટાં કોથમીર ઉમેરી ભેળ તૈયાર કરો.

  4. 4

    ભેળ તૈયાર થઈ જાય એટલે એક ડીશ માં લઈ તેના પર દાડમના દાણા ખમણી સેવ કોથમીર થી ગાનીસ કરી સર્વ કરો.

  5. 5

    હું નાની હતી ત્યારે જીણી સેવ નો રીવાજ ન હતો. પણ એ ભેળ તૈયાર હોય ને મમ્મી આપે એટલી વાર માં સંતાઈ ને એક વાર થોડી ખાઈ લીધી હોય. ખરેખર કુકપેડ નો આભાર કે બચપન કે દીન વો ભુલાન દેના યાદ કરાવ્યું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes