ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Nita Dave
Nita Dave @cook_31450824

#GCR
#ગણેશ ચતુર્થી
શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે.

ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

#GCR
#ગણેશ ચતુર્થી
શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
5 સર્વિંગ્સ
  1. 3 વાટકા ઘઉં નો લોટ
  2. 400 ગ્રામચોખ્ખુ ઘી
  3. 1+1/2 વાટકો ગોળ..ખાંડ હોય તો 2 વાટકા લેવી
  4. તેલ જરૂર મુજબ
  5. 1જાયફળ
  6. 2 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  7. કાજુ,બદામ,કિસમિસ જરૂર મુજબ
  8. ખસ ખસ જરૂર મુજબ
  9. ગરમ પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ ધઉં નાં લોટ ને ચાળી મુઠી પડતું મોણ આપી દો.ગેસ પર ગરમ પાણી કરી લોટ માં નાખી કઠણ મુઠીયા વાળી લો.

  2. 2

    હવે તેલ ગરમ કરવા મૂકી ધીમા ગેસ પર મુઠીયા ગુલાબી તળી લો.જેથી અંદર થી કાચા ન રહે.

  3. 3

    હવે મુઠીયા ઠરી જાય એટલે કટકા કરી મિક્સર માં જીણો ભુક્કો કરી ચાળી લો.સાથે ઇલાયચી અને જાયફળ પણ વાટી લો..હવે ભુક્કા માં ગોળ બરાબર મિક્સ કરી લો.તમે ખાંડ પણ દળી ને નાખી શકો છો.મે અહીંયા ગોળ નાં લાડુ બનાવ્યાં છે.

  4. 4

    એક પેન માં ઘી ગરમ કરી મિશ્રણ માં એડ કરી દો.ઘી માં સહેજ ભુક્કો નાખી જુઓ જો તરત જ ઉપર આવી જાય તો માનવું ઘી ગરમ થઇ ગયું છે.હવે ડ્રાય ફ્રુટસ ઘી મા તળી ને ટુકડા કરી ને ઉમરી બરાબર મિક્સ કરી લો.અને લાડું વડી લો.

  5. 5

    બધા લાડુ આ રીતે વાળી લો.ઉપર ખસ ખસ લગાડી દો.આ લાડુ સ્વાદ માં ખૂબ જ લાજવાબ બને છે.અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Dave
Nita Dave @cook_31450824
પર

Similar Recipes