દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

રોટલી અને દાળમાંથી બનેલી આ ખાસ ગુજરાતી વાનગી છે
#PR

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

રોટલી અને દાળમાંથી બનેલી આ ખાસ ગુજરાતી વાનગી છે
#PR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 લોકો
  1. થેપલા બનાવવા માટે
  2. 2 કપઘઉંનો લોટ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/2 ચમચીહળદર પાઉડર
  5. 1/4 ચમચીહિંગ
  6. 1/4 ચમચીધાણા પાઉડર
  7. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  8. 2 ચમચીતેલ
  9. જરૂરિયાત મુજબ પાણી
  10. દાળ બનાવવા માટે
  11. 1 1/2 કપતુવેર દાળ
  12. 1/2સમારેલા ટામેટા
  13. 1લીલું મરચું સમારેલું
  14. 8-10મીઠો લીમડાનાં પાન
  15. 1 ઇંચસમારેલું આદુ
  16. 1લીંબુનો રસ
  17. સ્વાદ મુજબ મીઠું
  18. 1/4 ચમચીહળદર
  19. 2& 1/2 ચમચી ખાંડ
  20. 1/2 કપશીંગ દાણા
  21. વઘાર માટે
  22. 2 ચમચીતેલ
  23. 1 ઇંચતજની લાકડી
  24. 1તમાલપત્ર
  25. 2લાલ મરચું સૂકું
  26. 2લવિંગ
  27. 1/4 ચમચીરાઈ
  28. 1 ચમચીજીરું
  29. 1/4 ચમચીહિંગ
  30. 1/4 ચમચીહળદર પાઉડર
  31. 1 ચમચીલાલ મરચું પાઉડર
  32. 1 ચમચીધાણા પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક વાટકીમાં ઘઉંનો લોટ, તેલ, મીઠું, હળદર પાઉડર, હિંગ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર અને પાણી ઉમેરો અને થેપલાનો લોટ ભેળવો.
    લોટ થેપલા પ્રકારનો હોવો જોઈએ.

  2. 2

    આ કણકને 15 મિનિટ માટે રેસ્ટ આપો.
    પાટલા પર કણક મૂકી વેલણની મદદથી ગોળ આકારનુ થેપલુ બનાવો. પછી તેને તવા પર શેકો અને પછી શેકેલા થેપલાને ચોરસ ટુકડાઓમાં કાપીને બાકીના લોટ માટે ફરીથી તે જ પુનરાવર્તન કરો

  3. 3

    તુવેર દાળ લો અને તેને 3 થી 4 વખત બરાબર ધોઈ લો.
    હવે પ્રેશર કૂકરમાં તુવેર દાળ, ટામેટા, લીલા મરચા, શીંગ દાણા, મીઠા લીમડાનાં પાન, આદુ અને પાણી લો અને કૂકર બંધ કરો અને તેને 3 સીટી વાગે ત્યાં સુધી ગેસ પર રાખો.

  4. 4

    પછી તુવેર દાળ લો અને હલાવો અથવા તેને સરળ કનસીસટનસી માં મેશ કરો.

  5. 5

    ગેસ ચાલુ કરો અને તેના પર મોટી ફ્રાઈંગ પેન મૂકો અને તેલ, તજની લાકડી, તમાલપત્ર, સૂકા લાલ મરચા, લવિંગ, રાઈ, જીરું, હિંગ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર ઉમેરો.

  6. 6

    હવે વઘાર મા બનાવેલી દાળ ઉમેરો. અને 1 અને 1/2 કપ પાણી રેડવું અને જરૂર મુજબ સારી રીતે એડજસ્ટિંગ કનસીસટનસી મા મિક્સ કરો. પછી સ્વાદ મુજબ ખાંડ અને લીંબુ અને મીઠું ઉમેરો અને દાળ ઉકળે ત્યાં સુધી સારી રીતે હલાવો.

  7. 7

    એકવાર દાળ મા ઉકાળો આવે ત્યારે તેમા ઢોકળીના ટુકડાઓ નાખો અને પેનને ઢાંકણથી 10 થી 15 મિનિટ સુધી અથવા ઢોકળી સંપૂર્ણપણે રાંધવામાં આવે ત્યાં સુધી ઢાંકી દો.
    છેલ્લે જ્યોત બંધ કરો

  8. 8

    દાળ ઢોકળી પીરસો અને માણો !!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes