ઉકડીનાં મોદક (Ukdi Modak Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#RC2
#Cookpadindia
#Cookpadgujrati
-steamed Modak Ganpati bappa prasad)
યજુર્વેદમાં ગણેશજીને બ્રહમાંડનાં કર્તા-ધર્તા માનવામાં આવ્યા છે. તેમનાં હાથમાં મોદક બ્રહમાંડનું સ્વરુપ છે, જેને ગણેશજી એ ધારણ કર્યું છે. મોદક નો અર્થ આનંદ આપનાર.
ગણપતિ બાપાને મોદક ખુબ પ્રિય છે. એટલે જ જયારે પણ ગણેશજી ને પ્રસાદ ધરાવાની વાત આવે ત્યારે મોદક નું નામ મોખરે હોય છે. ગણેશજી નાં એક હાથમાં મોદક ચોકક્સ દેખાય છે. આપણે જાણીએ છીએ કે ગણેશજી નો એક દાંત તૂટેલો છે, માટે તે એકદંત કહેવાય છે. મોદક ખાવામાં સોફ્ટ હોય છે, માટે દાંત તુટેલ હોવા છતાં તેને સરળતાથી ખાઈ શકે છે. આ કારણે ગણેશજી ને મોદક અત્યંત પસંદ છે.
મોદકને શુધ્ધ લોટ,(ચોખા,ઘહું) ઘી,ગોળ અને કોકોનટ થી બનાવવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે મોદક ઘણાં જ ગુણકારી હોયછે. આ જ કારણથી તેને અમૃતમુલ્ય માનવામાં આવેછે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

75 મિનીટ
6 વ્યકિત
  1. ઉકડી નો લોટ માટે ⬇️
  2. 2 કપચોખાનો લોટ
  3. ચપટીમીઠું
  4. 1 નાની ચમચીતેલ
  5. 2 કપપાણી
  6. સ્ટફિંગ માટે ⬇️
  7. 2 કપફ્રેશ અથવા ડ્રાય કોકોનટ બારીક ક્રશ કરેલ
  8. 1.5 કપગોળ (બારીક સમારેલ)
  9. 25 ગ્રામખસખસ
  10. 5-6 નંગઈલાયચી પાઉડર
  11. 10-12 નંગમિક્સ ડ્રાયફ્રૂટસ(કાજુ,બદામ, કિસમિસ, પિસ્તા)
  12. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

75 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સામગ્રી ⬇️

  2. 2

    મોદક નું સ્ટફિંગ બનાવવા માટે ⬇️
    સૌ પ્રથમ એક પેનમાં 1 ચમચી ઘી ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલ ગોળ અને ફ્રેશ કોકોનટ છીણ નાંખો.સતત ચમચા વડે હલાવતા રહો.ગૅસ ની ફ્લેમ ધીમી રાખવી.જ્યાં સુધી ગોળ અને કોકોનટનું મિશ્રણ ઘટ્ટ ન બને ત્યાં સુધી સતત હલાવતાં રહેવું.

  3. 3

    પછી આ મિશ્રણમાં મિક્સ ડ્રાયફ્રુટસ, ખસખસ અને ઈલાયચી પાઉડર ઉમેરો.હવે બધુ બરાબર હલાવી મિક્સ કરી લેવું.ત્યાર બાદ ગૅસ બંધ કરી દો. મોદકમાં ભરવાં માટે સ્ટફિંગ તૈયાર છે.

  4. 4

    મોદક નું ક્ણીક બાંધવા માટે ⬇️
    હવે 2 કપ પાણીમાં 1ચમચી તેલ અને ચપટી મીઠું ઉમેરો.અને પાણી ઉકળવા ગૅસ પર રાખો.
    પાણી ઉકળવા આવે એટલે ગૅસ ધીમો કરી ચોખાનો લોટ ઉમેરો તરત જ ચમચા અથવા વેલણથી લોટ બરોબર હલાવી લેવો.આ લોટ ને 5મિનિટ સુધી ઢાંકીને રાખો. ત્યાર બાદ ગૅસ બંધ કરી દો.

  5. 5
  6. 6

    હવે એક મોટા વાસણમાં ચોખાનો લોટ કાઢો અને 1થી 2 ચમચી પાણી ઉમેરી લોટ મસળી લેવો, જ્યા સુધી લોટ મસળીને નરમ ન થાય ત્યાં સુધી.
    હવે હાથમાં થોડું ઘી અથવા તેલ લગાડી બાંધેલ લોટ માંથી લીંબુ જેટલા આકારના લોય રેડી કરવા.

  7. 7

    હવે લોયને આંગળી અને અંગુઠાની મદદથી પહોડો કરવો.અને તેની કિનારી દબાવીને પાતળી કરો.પછી તેની મધ્યમાં બનાવેલ સ્ટફિંગ 1ચમચી ભરી લો. ત્યાર બાદ તેની કિનારીઓ ઉપર તરફ કરી કળી પાડવી. ઉપરની કિનારી ચોટી જેવું બનાવી મોદક ને બંધ કરી દો.
    આજ રીતે બધા મોદક તૈયાર કરી લેવાં.(આ માપ મુજબ 20 જેટલાં મોદક તૈયાર થશે

  8. 8

    મોદકને બાફવા માટે(સ્ટિમ)⬇️
    હવે એક મોટા વાસણમાં 2 ગ્લાસ પાણી નાંખી ગરમ કરો. એક જાળીદાર સ્ટેન્ડ મૂકો. અને ચારણીમાં બધાં મોદક મૂકો અને તેને 10 થી 12 મિનીટ સુધી બાફવા દો. જ્યારે મોદક વરાળથી બફાઈને ચમકવા લાગે ત્યારે સમજી લેવું મોદક તૈયાર છે. ગૅસ બંધ કરી દો.

  9. 9
  10. 10

    હવે આપણે રેડી કરેલ સ્વાદિષ્ટ મોદક તૈયાર છે.તેને સર્વિગ ટ્રે પર મૂકી ગાર્નિશ કરો.

  11. 11

    ગરમા ગરમ મોદક વચ્ચેથી બે સરખા ભાગ કરી તેનાં પર ગરમ ઘી 1ચમચી રેડી પ્લેટ પર સર્વ કરો. (ઘી સાથે ગરમા ગરમ મોદક ખાવાથી તેનો 2ગણો સ્વાદ વધે છે.)

  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (35)

Similar Recipes