ચોળાફળી અને ચટણી (Chorafali and Chutney)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

1 hr
4 servings
  1. ચોળાફળી માટે:
  2. 250gm ચોળાફળી નો લોટ
  3. 2 tspતેલ
  4. 1/2 tspહળદર
  5. 1/4 tspપાપડ ખારો
  6. પાણી જરૂર મુજબ
  7. ચોળાફળી નાં મસાલા માટે:
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીસંચળ પાવડર
  10. ચટણી માટે:
  11. 500ml છાશ
  12. 4 tspબેસન
  13. લીલા મરચાં
  14. 1વાડકો કોથમીર ફૂદીનો
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ચપટીહળદર
  17. ચપટીહિંગ
  18. 2 tspતેલ
  19. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    એક બાઉલ માં અડધો કપ પાણી લઈ તેમાં પોણી ચમચી પાપડખારો ઉમેરો ત્યારબાદ તેમાં 1/2ચમચી મીઠું ઉમેરવું ત્યારબાદ આબધી વસ્તુ મિક્ષ કરી લેવી અને એ પાણીને પ થી ૭ મિનિટ ગરમ કરવા મૂકવું ગેસ ઉપર. તે પાણી ગેસ પરથી ઉતારી લેવું અને તેને ઠંડુ થવા દેવું.

  2. 2

    હવે એક બાઉલમાં ચણાનો લોટ, અડદનો લોટ ઉમેરી તૈયાર કરેલા પાણીમાં ૨ ચમચી તેલ ઉમેરી મિક્સ કરવું હવે આ તૈયાર કરેલા પાણીને લોટમાં ઉમેરતા જઈ કણક બાંધો અને ઢાંકીને થોડી વાર રાખો.

  3. 3

    હવે કણક ને બરાબર મસળીને માપસર નાં લુઆ કરી મેંદાનો લોટ લગાવી ગોળ વણી લેવા.

  4. 4

    વણેલી ચોળાફળી માં ચપ્પુની મદદ થી કાપા કરવા ઉપરનો ભાગ જોઈન્ટ રાખવો. ગરમ તેલ માં તળી ઉપર બનાવેલ મસાલો ભભરાવો.

  5. 5

    ચટણી માટે કોથમીર, ફુદીનો અને લીલા મરચાં ની પેસ્ટ બનાવી લો. છાશ માં બેસન ઉમેરી એકરસ કરી લો.એક કઢાઈ માં તેલ લઇ એમાં બનાવેલ પેસ્ટ ને સાંતળી લો.પછી એમાં છાશ ઉમેરો અને એમાં મીઠું, હિંગ, હળદર ઉમેરી એકરસ કરો. 5 થી 10 મિનીટ માટે ઉકળવા દો જ્યાં સુધી ઘટ્ટ થઈ જાય. ચોળાફળી ને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes