નાયલોન પૌંઆનો ચેવડો

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સૂકો_નાસ્તો. નાસ્તાની વિવિધતામાં આજે પ્રથમ વખત નાયલોન પૌંઆનો ચેવડો બનાવ્યો.

નાયલોન પૌંઆનો ચેવડો

1 કમેન્ટ કરેલ છે

#સૂકો_નાસ્તો. નાસ્તાની વિવિધતામાં આજે પ્રથમ વખત નાયલોન પૌંઆનો ચેવડો બનાવ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૩૦૦ ગ્રામ
  1. 250 ગ્રામનાયલોન પૌંઆ
  2. 1/2 કપમગફળી
  3. 10-12 કાજુ
  4. 3લીલાં મરચાં કાપેલા
  5. 2 ચમચીદાળિયા
  6. 2 ચમચીસાકરિયા દાણા
  7. 1 ચમચીતલ
  8. 8-10લીમડાના પાન
  9. 1/4 ચમચીઅજમો (નાખવો હોય તો)
  10. 1 ચમચીઆખા ધાણા
  11. 1 ચમચીઘી કાજુ તળવા માટે
  12. 4 ચમચીતેલ
  13. મસાલા માટે
  14. 1 ચમચીહળદર પાવડર
  15. 1/4 ચમચી હિંગ
  16. 2 ચમચીદળેલી ખાંડ
  17. 1-1/2 ચમચી વળિયારી પાવડર
  18. 1 ચમચીમીઠું
  19. 1/4 ચમચીસંચળ પાવડર
  20. 1/2 ચમચીજીરાળુ પાવડર

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં પૌંઆને મધ્યમ તાપે ૧૦ થી ૧૨ મિનિટ સુધી શેકી લેવા અને તેને બીજા બાઉલમાં કાઢી લો.

  2. 2

    હવે એ જ કડાઈમાં ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ ટુકડા ઉમેરીને સોનેરી રંગના થાય ત્યાં સુધી થવા દો. એને બાજુ પર કાઢી લો. હવે ૨ ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં મગફળી તળી લો.કાજુ સાથે મૂકી દો.

  3. 3

    હવે બાકીનું તેલ ગરમ થાય એટલે તેમાં તલ,મરચાં અને લીમડાના પાન નાખી ૨ મિનિટ બાદ દાળિયા ઉમેરો અને બરાબર હલાવી લો.

  4. 4

    અજમો અને ધાણા થોડા શેકીને અધકચરા ખાંડી લો.

  5. 5

    હવે મગફળી અને કાજુ ટુકડા, હળદર પાવડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. શેકેલા પૌંઆ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ૫ મિનિટ બાદ ગેસ પરથી ઉતારી લો.

  6. 6

    હવે મસાલા બઘા મિક્સ કરી લો અને તેમાં ઉમેરો સાથે સાકરિયા દાણા અને ધાણા-અજમો ઉમેરો અને બરાબર હલાવી લો. એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes