એપલ સિનેમન મિલ્ક શેક (Apple Cinnamon Milkshake Recipe In Gujarat

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#DIWALI2021
- દિવાળીના દિવસોમાં તહેવાર નો માહોલ હોય છે અને એ દિવસોમાં મહેમાનો ની અવરજવર રહેતી હોય છે. એટલે ઘર ની ગૃહિણીને સરળતા રહે તેવી વાનગી જરૂરી છે, તો અહીં એક સરળ અને સ્વાદિષ્ટ શેક પ્રસ્તુત છે જેને ઘેર આવેલ મહેમાન ને એકદમ ઝડપથી બનાવી સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 2 નંગમોટા સફરજન
  2. 1 ચમચીતજનો ભૂકો
  3. 2 સ્કૂપવેનીલા આઈસ્ક્રીમ
  4. 1 કપઠંડુ મલાઈ વાળું દૂધ
  5. સ્વાદ મુજબ ખાંડ/ મધ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સફરજનની છાલ ઉતારી ટુકડા કરી પાણી માં રાખી દેવા જેથી કાળા ન પડે.

  2. 2

    હવે મિક્સર/જ્યુસરમાં સફરજનના ટુકડા ઉમેરો, પછી વેનીલા આઈસ્ક્રીમ, ખાંડ,દૂધ અને તજ નો ભૂકો ઉમેરી 3 થી 4 વખત ગ્રાઇન્ડ કરી લેવું. શેક તૈયાર થઈ જશે.

  3. 3

    શેક ને ઠંડો કરી સર્વ કરવો. અગાઉ થી બનાવીને ફ્રીઝમાં મૂકી શકાય જેથી ઘેર આવેલ મહેમાન ને ઠંડો શેક સર્વ થઈ શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

Top Search in

Similar Recipes