ડ્રાય ફ્રૂટ ઘારી (dry fruit ghari)

Shital Jataniya
Shital Jataniya @shital10

ડ્રાય ફ્રૂટ ઘારી (dry fruit ghari)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
  1. 🎆 લોટ બાંધવા માટેની વસ્તુ
  2. તપેલી મેંદો
  3. વાટકો દૂધ
  4. ૧ કપઘી
  5. 🎆 સ્ટફિંગ માટે ની વસ્તુ
  6. ૩૦૦ ગ્રામ માવો
  7. ૧ કપચણા નો લોટ
  8. બાઉલ મિક્સ ડ્રાય ફ્રૂટ
  9. ૫_૬ ઈલાયચી નો પાઉડર
  10. ૧ ચમચીકેસર
  11. ૧ કપદળેલી ખાંડ
  12. ચમચો ઘી
  13. 🎆 ઘારી ડીપ કરવા માટેની વસ્તુ
  14. વાટકો ઘી
  15. ૨ ચમચીદળેલી ખાંડ
  16. 🎆 તળવા માટે ઘી
  17. 🎆 માથે છાંટવા માટેની વસ્તુ
  18. વાટકો મિક્સ ડ્રાય ફ્રૂટ
  19. ૧ ચમચીકેસર

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    પેલા બધી વસ્તુ રેડી કરી લેવી

  2. 2

    હવે પેલા આપને સ્ટફિંગ રેડી કરી લેશું તેનાં માટે આપને એક ચમચો ઘી ગરમ થાય એટલ ચણા નો લોટ બદામી કલર થાય ત્યાં સુધી સેકવો.

  3. 3

    પછી તેમાં માવો એડ કરી એને પણ ઘી છૂટું પડે ત્યાં સુધી સેકી લેવો.

  4. 4

    હવે ઠરી જાય પછી તેમાં દરેલી ખાંડ એડ કરવી ને પછી તેમાં ઈલાયચી પાઉડર ને ડ્રાય ફ્રૂટ ને કેસર એડ કરી મિક્સ કરી બિબા થી રાઉન્ડ શેપ આપી રેડી કરી લેવું.

  5. 5

    હવે લોટ બાંધવા માટે આપને ઘી નુ મૂઠિયાં પડતું મોણ નાખી દૂધ થી મીડિયમ લોટ બાંધવો.

  6. 6

    હવે લોટ ના પેંડા વારી રેડી કરી લેવા.

  7. 7

    હવે નાની પૂરી વણી તેમાં સ્ટફિંગ ભરી વધારા નો ભાગ કાઢી લેવો.

  8. 8

    હવે ઘી ગરમ થાય એટલે મીડિયમ તાપ પર ઘારી ને જારા માં રાખી ચમચા વડે તેમાં ઘી નાખી ને તળવી આ રીતે બધી ઘારી તડી લેવી.

  9. 9

    હવે એક વાટકામાં ઘી લઈ તેમાં દરેલી ખાંડ મિક્સ કરી તેમાં બધી ઘારી બોડત્તી જવી.

  10. 10

    હવે બોડેલી ઘારી મા માથે ડ્રાય ફ્રૂટ ને કેસર એડ કરવા.

  11. 11

    આ રિતે રેડી થઈ ગઈ છે આપની ડ્રાય ફ્રૂટ ઘારી જે દિવાળી ના ત્યોહાર મા બનતી હોય છે ને નાના સિટી મા તો દિવાળી સિવાય જોવા પણ ના મળે.
    આમ આવી રિતે ઘરે બનાવશો તો બાર નિ તો સાવ ભૂલી જ જશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes