ઘારી (Ghari Recipe in Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

સુરત ની ઘારી બને પણ સુરતમાં અને મળે પણ સુરતમાં.સુરતી ઘારી આખા દેશ વિદેશમાં પણ ફેમસ છે. શરદ પૂનમનો બીજો દિવસ એટલે ચંદી પડવો એ દિવસે ચાંદની રાત હોય છે એટલે તેને ચાંદની પડવો કે ચંદી પડવો કહેવામાં આવે છે. ચંદી પડવા ના દિવસે ઘર ના સભ્યો ઘર માં કે ટેરેસ પર ,ગાડઁન માં ઘારી અને ભુસું સાથે અવનવા ફરસાણ સાથે ભેગા મળીને ખાતા હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
  1. 500 ગ્રામમોરો માવો
  2. 400 ગ્રામખાંડ નુ બુરુ
  3. 100 ગ્રામચણા નો લોટ ઝીણો
  4. 200 ગ્રામમેંદો
  5. 2 વાટકીઘી
  6. 1 સ્પૂનકેસર
  7. 150 ગ્રામમોરી પીસ્તી ની કતરણ
  8. 150 ગ્રામબદામ કતરણ
  9. એલચીનો ભૂકો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ માવા ને છીણી પાણી બળી જાય એટલો ગરમ કરી લો.પછી તેને ઠંડો થવા દો.

  2. 2

    હવે એક કઢાઇ માં 5 ચમચી ઘી લઈ ચણા ના લોટ ને શેકી લો.

  3. 3

    હવે ઠંડા પડેલા માવા ને ફરી થી છીણી લો અને તેમાં શેકેલો ચણાનોલોટ;ખાંડ નુ બુરુ;પીસ્તી;બદામ ;કેસર;એલચીનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી લો અને મીડિયમ સાઇઝના બોલ્સ વાળી એક સાઈડ થી ચપટ કરી લો.

  4. 4

    હવે મેદા ના લોટ મા ઘી નુ મોણ મૂકી પાણી થી રોટલી જેવો લોટ બાંધવો.

  5. 5

    હવે લોટ ની પતલી પૂરી વણીને રેડી કરેલા બોલ્સ મૂકી બરાબર કોટ કરી લો.અને ઘી ગરમ કરી ઘારી ને ઝારી માં મૂકી બંને સાઈડ ચમચી થી ગરમ ઘી રેડી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

Similar Recipes