મેક્રોન (Macron Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

મેક્રોન ને જો પરફેકટ માપ સાથે બનાવવા મા આવે તો એ સરળ રીતે ઘરે જ બનાવી શકાય છે તે ઘણા અલગ અલગ કલર મા મળે છે તેને કેક ડેકોરેશન માટે પણ ઉપયોગ માં લેવાય છે તેમા ગનાશ, કે બટર ક્રીમ નુ અલગ અલગ ફીલીંગ કરી ને બનાવાય છે તે મોટા હોય કે બાળકો હોય બધા ને પસંદ આવે છે

મેક્રોન (Macron Recipe In Gujarati)

મેક્રોન ને જો પરફેકટ માપ સાથે બનાવવા મા આવે તો એ સરળ રીતે ઘરે જ બનાવી શકાય છે તે ઘણા અલગ અલગ કલર મા મળે છે તેને કેક ડેકોરેશન માટે પણ ઉપયોગ માં લેવાય છે તેમા ગનાશ, કે બટર ક્રીમ નુ અલગ અલગ ફીલીંગ કરી ને બનાવાય છે તે મોટા હોય કે બાળકો હોય બધા ને પસંદ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40-45 મીનીટ
4લોકો માટે
  1. 35 ગ્રામએક્વાફાબા
  2. 50 ગ્રામઆલ્મન્ડ પાઉડર
  3. 50 ગ્રામઆઇસીંગ ખાંડ
  4. પીંક કલર (જેલ કલર)
  5. 1ચપટી ક્રીમ ઓફ ટાર્ટર
  6. 3 ટી સ્પુનકેસ્ટર ખાંડ
  7. ચોકલેટ ગનાશ (વચ્ચે ફીલીંગ માટે)

રાંધવાની સૂચનાઓ

40-45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બાઉલ માં આલ્મન્ડ પાઉડર અને આઇસીંગ ખાંડ ને ચાળણી થી ચાળી લો

  2. 2

    બીજા બાઉલ માં એક્વાફાબા લો અને તેમા ક્રીમ ઓફ ટાર્ટર ઉમેરો અને પછી ઇલેક્ટ્રિક બીટર ની મદદ થી વ્હીપ કરો તે ક્રીમ ફોમ માં આવવા લાગશે ત્યારે તેમા કેસ્ટર ખાંડ 1 ટી સ્પુન ઉમેરી વ્હીપ કરો જયા સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી તેને વ્હીપ કરી ફરી 1 ટીસ્પુન કેસ્ટર ખાંડ ઉમેરી વ્હીપ કરો તેવી રીતે ફરી કરવુ ફરી કેસ્ટર ખાંડ ઉમેરી વ્હીપ કરો કુલ 3 ટી સ્પુન કેસ્ટર ખાંડ ઉમેરવી અને એક જ પ્રોસેસ થી વ્હીપ કરવુ

  3. 3

    વ્હીપ કરવાથી તે ક્રીમ ફોમ માં આવી જશે. તેમા તમારે જે કલર ના મેક્રોન્સ બનાવવા હોય તે કલર ઉમેરી ફરી વ્હીપ કરી લેવુ મે અહી પીંક કલર ઊમેર્યો છે,જે બાઉલ માં વ્હીપ કરતાં હોય તેને ઉંધુ કરી જોવુ જો ક્રીમ નીચે ન પડે અને બાઉલ માં જ ચોંટી રહે તો ક્રીમ તૈયાર છે સમજવુ

  4. 4

    પછી તેમા જાડીને મુકેલા બદામ પાઉડર અને આઈસીંગ ખાંડ નું મિશ્રણ તેમાં ઉમેરો અને તેને cut and gold ની પદ્ધતિ હે થી ક્રીમ મા ઉમેરો ટોટલ 37 કટ થવા જોઈએ

  5. 5

    એક પાઇપીંગ માં આ મિશ્રણને ભરી મેક્રોની સિલિકોન સીટ મા પાઇપિંગ બેગ ની મદદ થી મેક્રોન ના મિશ્રણ ને આકાર આપી મુકવા

  6. 6

    પછી તેને 2 કલાક પંખા નીચે સુકાવા દો

  7. 7

    2 કલાક પછી ઓવન ને 100ડીગ્રી પર 10 મીનીટ માટે પ્રીહીટ કરી 100 ડીગ્રી પર 20-25 મીનીટ બેક કરો

  8. 8

    બેક થયા પછી તેને ઓવન માથી બહાર કાઢી ઠંડા થવા દો ત્યાર બાદ બે મેક્રોન ની નીચે ની સાઇડ પર ચોકલેટ ગનાચ ક્રીમ લગાવો અને તેના પર બીજુ મેક્રોન ગોઠવો...હવે તેના પર ગારનીશ કરવા માટે મે વ્હાઈટ ચોકલેટ અને ગોલ્ડન ગ્લીટર સ્પ્રેડ કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal hitesh panchal
પર

Similar Recipes