ચીઝી ક્રિસ્પી પાસ્તા (Cheesy Crispy Pasta Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#prc
પાસ્તા રેસીપી ચેલેન્જ
Post1
# Diwali special
દિવાળી માં આ નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊

ચીઝી ક્રિસ્પી પાસ્તા (Cheesy Crispy Pasta Recipe In Gujarati)

#prc
પાસ્તા રેસીપી ચેલેન્જ
Post1
# Diwali special
દિવાળી માં આ નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 250 ગ્રામસ્પ્રિકલ પાસ્તા
  2. 3 ટી સ્પૂનમેંદો
  3. 3 ટી સ્પૂનકોર્ન ફ્લોર
  4. 1 ટી સ્પૂનઆમચૂર
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 1 ટી સ્પૂનચાટ મસાલો
  7. 1 ટી સ્પૂનપાસ્તા મસાલો
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 1 ટી સ્પૂનલાલ મરચું
  10. 2 ટી સ્પૂનચીઝ પાઉડર
  11. સંચળ જરૂર મુજબ
  12. પાણી જરૂર મુજબ
  13. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પાસ્તા ને ગરમ પાણી માં મીઠુ અને એક ચમચી તેલ નાખી એંસી ટકા જેટલા બાફી લો.વધારે બાફવાના નથી.ચારણી માં કાઢી તરત તેના પર ઠંડું પાણી નાખી દો.જેથી એ એકબીજા પર ન ચોંટે.

  2. 2

    દસ મિનિટ કોરા કપડાં પર પાસ્તા ને સૂકવી દો..હવે મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરી તેમાં થોડી હળદર અને મીઠું નાખું મિક્સ કરો અને કોરા થયેલા પાસ્તા ને રગદોળી લો.અને દસ મિનિટ ટેસ્ટ આપો જેથી સરખું કોટીગ થઈ જાય.

  3. 3

    ગેસ પર તેલ ગરમ કરવા મૂકો અને મીડિયામ ફ્લેમ્ પર પાસ્તા ને તળી લો.બધા પાસ્તા આ રીતે આછા ક્રીમ કલર ના અને ક્રનચી થાય એટલા તળી લો.

  4. 4

    આમચૂર,ચાટ મસાલો,ચીઝ મસાલો,લાલ મરચું,સંચળ પાઉડર,પાસ્તા પાઉડર થોડું મીઠું નાખી મસાલો બનાવો.

  5. 5

    તળેલા પાસ્તા પર આ મસાલો છાટી દો.હવે ઉપર એક ચમચી ચીઝ પાઉડર ભભરાવી દો.અને મિક્સ કરી લો.(ચીઝ પાઉડર ઓપસ્નલ છે).આ પાસ્તા તમે એકલા કે ચા સાથે પણ ખાઈ શકો છો.

  6. 6

    આ પાસ્તા નાસ્તા માટે બેસ્ટ છે.બાળકો ને તો ખુબ ભાવે જ છે.પણ બધાં ને પસંદ આવે છે.પ્રવાસ માં કે મુસાફરી માં બનાવી ને લઇ જઇ શકાય છે.લાંબા સમય સુધી સારા રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Similar Recipes