પાસ્તા પાપડ મેજિક (Pasta Papad Magic Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#prc
પાસ્તા ચેલેન્જ
Post 2
#DFT
#Diwali special
Post1
આમ તો આપણે બધા પાસ્તા બનાવતા જ હોઈએ છીએ પણ મે અહીંયા મારી રીતે પાસ્તા નો યુઝ કરી ને એક નવી જ વાનગી બનાવી છે.આ વાનગી હું દિવાળી નાં નાસ્તા માં બનાવું છું.જે બધા ને ખુબ જ ભાવે છે. તમે નાસ્તા માં બનાવી શકો છો અને લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકો છો.આ નાવીન્ય સભર રેસીપી તમને બધા ને ચોક્કસ પસંદ આવશે જ.😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 100 ગ્રામપાસ્તા
  2. 50 ગ્રામઅડદ નાં પાપડ
  3. 100 ગ્રામમગફળી નાં બી
  4. 100 ગ્રામઝીણી સેવ
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 2 ટી સ્પૂનદળેલી ખાંડ
  7. 2 ટી સ્પૂનચાટ મસાલો
  8. 1 ટી સ્પૂનલાલ મરચું
  9. 1 ટી સ્પૂનસંચળ
  10. 1 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  11. 2 ટી સ્પૂનકોર્ન ફ્લોર
  12. 1 ટી સ્પૂનમેંદો
  13. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાસ્તા ને એંસી ટકા જેટલા બાફી ચારણી માં કાઢી ઉપર ઠંડું પાણી નાખી એક કપડાં પર પંદર મિનિટ કોરા કરવા મૂકો.

  2. 2

    કોર્ન ફ્લોર અને મેંદો મિક્સ કરી તેમાં મીઠું અને સહેજ હળદર નાખી કોરા થયેલા પાસ્તા ને તેમાં રગદોળો.

  3. 3

    હવે ગેસ પર તેલ મૂકી પાસ્તા મિડિયમ ગેસ પર તળી લો. અડદ નાં પાપડ અને શીંગ દાણા પણ તળી લો.

  4. 4

    હવે ત્રણેય વસ્તુ ભેગી કરી તેમાં ઉપર મુજબ નાં મસાલા સ્વાદ મુજબ ઉમેરો.અને તેમાં સેવ પણ નાખો.અને બરાબર બધું મિક્સ કરી લો.

  5. 5

    ઠરી જાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લો.આ પાપડ પાસ્તા મેજિક સ્વાદ માં લાજવાબ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes