મિક્સ વેજીટેબલ દલિયા (Mix Vegetable Daliya Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

દલિયા એટલે આપડે જેમાંથી લાપસી બનાવીએ એ ઘઉંના ફાડા. સામાન્ય રીતે આપડે ફાડાનો ઉપયોગ કરી, ગોળ અને ઘી સાથે મેળવીને લાપસી બનાવીએ છે પરંતુ આજે મે બધા વેજિટેબલ મિક્સ કરી,મસાલા કરી તીખી લાપસી એટલે કે દલિયા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યકિત
  1. ૧ કપઘઉંના ફાડા
  2. ૧/૨ કપસમારેલી કોબીજ
  3. ૧ નંગગાજરના કટકા
  4. ૧ નંગનાનું સમારેલું કેપ્સિકમ
  5. ૧ નંગનાની સમારેલી ડુંગળી
  6. ૧/૪ કપલીલાં વટાણા
  7. ૧/૪ કપતુવેરના દાણા
  8. ૧ ચમચીઆદુ-લસણ-મરચાંની પેસ્ટ
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીધાણજીરૂ
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧/૨ ચમચીરાઈ
  13. ૧/૨ ચમચીજીરું
  14. ચપટીહિંગ
  15. ૧ ચમચીઘી
  16. મીઠું સ્વાદાનુસાર
  17. પાણી જરૂર મુજબ
  18. કોથમીર સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉંના ફાડાને ૧-૨ વાર પાણીથી બરાબર સાફ કરી લો.

  2. 2

    હવે એક કુકરમાં ઘી લઈ, ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગનો વઘાર કરી આદુ-લસણ-મરચાંની પેસ્ટને સાંતળો.

  3. 3

    હવે તેમાં બધા વેજિટેબલસ્ તથા ઘઉંના ફાડા ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં વારાફરથી મસાલા કરી, જરૂર મુજબ પાણી ઉમેરી ૪-૫ સિટી વગાડી બાફી લો.

  5. 5

    કુકર થોડુ ઠંડુ થયા બાદ તેને‌ સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી કોથમીરથી સજાવી દહીં કે રાયતાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes