મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

આ દાળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે.

મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)

આ દાળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યકિત
  1. ૧/૨ કપમગની પીળી દાળ (છોતરા વગરની)
  2. નાનું સમારેલું ટામેટું
  3. ૨ નંગલીલાં મરચાં
  4. ૧ ચમચીઘી
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧ ચમચીધાણજીરૂ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. વઘાર માટે
  10. ૧ ચમચીઘી
  11. ૧ ચમચીજીરું
  12. મીઠા લીમડાના પાન જરૂર મુજબ
  13. ચપટીહિંગ
  14. ચપટીલાલ મરચું પાઉડર
  15. કોથમીર સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળને બરાબર ધોઈને ૧૫ મિનિટ માટે પલાળી રાખો.

  2. 2

    હવે તેને કૂકરમાં લઈ તેમાં, સમારેલું ટામેટું, લીલાં મરચાં, હળદર, ઘી ઉમેરી ૩-૪ સિટી વગાડી બાફી લો અને કૂકર ઠંડું પડે પછી તેને બરાબર વલોવી લો.

  3. 3

    હવે તેમાં બધા મસાલા જેમ કે લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, મીઠું ઉમેરી તેને ૨ મિનિટ માટે ઉકાળો.

  4. 4

    હવે વઘાર માટે ઘી મૂકી તેમાં જીરું, મીઠાં લીમડાનાં પાન, હિંગ અને લાલ મરચું ઉમેરી વઘારને દાળમાં ઉમેરી ફરી ૨ મિનિટ ઉકાળી લો. હવે ઉપરથી કોથમીરથી સજાવી ભાત કે રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes