દલિયા ખિચડી (Daliya Khichdi Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#GA4 #Week7
ખિચડી સ્પેશ્યલ(khichdi)

જ્યારે સાદુ જમવાનું મન થાય ત્યારે ખિચડી યાદ આવે. સામાન્ય રીતે આપણે દાળ અને ચોખા ભેગા કરી ખિચડી બનાવતા હોય છે. પણ આજે ચોખા ને બદલે ફાડા લાપસી અને ત્રણ દાળ ને મિક્સ કરીને ખિચડી બનાવીશું. સાથે તેમાં વેજીટેબલ્સ નાખીને તેને હેલ્ધી પણ બનાવી છે.આ ખિચડી ડાયેટિંગ માં પણ લેવામાં આવે છે. તો જોઈ લઈશું ખિચડી ની રેસીપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

કૂકીંગ ટાઈમ 20 મિનિટ, 20 મિનિટ ફાડા પલાળવા
2 વ્યકિત
  1. 1 વાટકીઘઉંના ફાડા(ફાડા લાપસી)
  2. 2 ટે સ્પૂનતુવેર દાળ
  3. 1 ટે સ્પૂનમગની પીળી દાળ
  4. 1 ટે સ્પૂનચણાની દાળ
  5. 4-5સીંગ ફણસી
  6. 1ગાજર
  7. 1 ટે સ્પૂનવટાણા
  8. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  9. 1 નંગઝીણા સમારેલા ટામેટાં
  10. 2 ટે સ્પૂનકોથમીર
  11. 1 ટે સ્પૂનઘી
  12. 1/2 ટી સ્પૂનહિંગ
  13. ચપટીજીરું
  14. 1/2 ટી સ્પૂનરાઈ
  15. 8-10મીઠા લીમડાના પાન
  16. સ્વાદ મુજબમીઠું
  17. ચપટીહળદર
  18. 1/2 ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  19. 3 ગ્લાસપાણી
  20. 1લીલું મરચું ઝીણું સમારેલુ
  21. જરૂર મુજબ શેકેલો પાપડ
  22. જરૂર મુજબ દહીં

રાંધવાની સૂચનાઓ

કૂકીંગ ટાઈમ 20 મિનિટ, 20 મિનિટ ફાડા પલાળવા
  1. 1

    સૌપ્રથમ ઘઉંના ફાડા અને બધી દાળ મિક્સ કરી 3-4 પાણી થી સાફ કરી 20 મિનિટ પલાળી રાખો.

  2. 2
  3. 3

    હવે કૂકરમા ઘી ગરમ કરી તેમાં રાઇ જીરું નાખો. હવે તેમાં હિંગ નાખી લીમડો અને ડુંગળી નાખી સાંતળો.હવે તેમાં ઝીણી સમારેલા ફણસી,ઝીણા સમારેલા ગાજર,વટાણા નાખી સાંતળો.હવે તેમાં ટામેટાં નાખી પલાળેલા ફાડા અને દાળ નાખી મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, લીલુ મરચું નાખી મિક્સ કરી તેમાં પાણી નાંખી મિક્સ કરી કૂકર બંધ કરી ચડવા દો.

  4. 4

    હવે કૂકર ખોલી કોથમીર નાખી મિક્સ કરી લો. હવે તૈયાર છે ગરમ ગરમ દલીયા ખિચડી. સાથે પાપડ અને દહીં સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes