મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻

મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)

દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપમેથી ની ભાજી
  2. ૧ બાઉલ ઘઉં નો લોટ
  3. ૩ ટેબલસ્પૂનચણા નો લોટ
  4. ૩ ટેબલસ્પૂનદહીં
  5. ૧ ટેબલસ્પૂનફ્રેશ કચરેલા આદું મરચાં લસણ ની પેસ્ટ
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  7. ૧ ટીસ્પૂનહળદર
  8. ૧ ટેબલસ્પૂનધાણાજીરૂ
  9. ૧ ટીસ્પૂનજીરુ
  10. ૧/૨ ટીસ્પૂનહિંગ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૨ ટીસ્પૂનતેલ મોણ માટે
  13. નવશેકું પાણી જરૂર મુજબ લોટ બાંધવા
  14. જરૂર મુજબ તેલ થેપલા શેકવા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેથીની ભાજી કાપીને પાણી માં પલાળી રાખવી અને ૨-૩ વાર ચોખ્ખા પાણી થી ધોઈ લેવી અને બીજી બધી સામગ્રી એકઠી કરવી.

  2. 2

    મોટા વાસણ માં બંને લોટ ચાળી લેવા,તેમાં બધા સૂકા મસાલા તેમજ મેથીની ભાજીમાંથી પાણી કાઢી તથા દહીં, તેલ ઉમેરી લોટને સારી રીતે મસળી લેવો

  3. 3

    જોઈએ એ પ્રમાણે પાણી નાખી કઠણ કણક બાંધી લેવી અને તેલ વાળો હાથ દહીં ૧૦ મિનિટ નોરેસ્ટ આપવો.

  4. 4

    હવે લોટમાંથી મુઠ્ઠી માં સમાય એવડા લુવા કરી લેવા.

  5. 5

    અટામણ લઈ પાતળા થેપલા વણી લોઢી પર થેપલા ની બંને બાજુ તેલ મૂકી આછા ગુલાબી કલર ના શેકી લેવા..

  6. 6
  7. 7

    તો લો આપણા યમ્મી મેથી ની ભાજી ના થેપલા તૈયાર છે..
    મે એને રસાવાળા બટાકા ના શાક સાથે સર્વ કર્યા છે..

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes