ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Hiral
Hiral @hir252704
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.30 કલાક
4 લોકો
  1. ઈડલી ના ખીરા માટે
  2. 2 કપબોઇલ રાઈસ (ઉકડા ચોખા)
  3. 3/4 કપઅડદ ની દાળ
  4. ૧ ચમચીમેથી દાણા
  5. ૧ નાની વાટકીપૌવા
  6. ૧ નાની વાટકીસાબુદાણા
  7. સાંભાર મસાલા માટે
  8. ૧ ચમચીઅડદ દાળ
  9. ૧ ચમચીચણા દાળ
  10. ૧ ચમચીઆખા ધાણા
  11. ૧/૨ ચમચીજીરૂ
  12. ૧૦ લીમડા ના પાન
  13. 1/4 ચમચી મેથી દાણા
  14. ૧/૨ ટુકડોતાજુ શ્રીફળ
  15. આખા સુકા કાશ્મીરી લાલ મરચાં
  16. સાંભાર માટે
  17. ૨ નાની વાટકીતુવેર દાળ
  18. ટમેટું
  19. મધ્યમ ડુંગળી
  20. ૩ ચમચીઆંબલી ની પેસ્ટ
  21. મીઠું સ્વાદાનુસાર
  22. ૧ ચમચીલાલ મરચુ
  23. ૧/૨ ચમચીહળદર
  24. ૧ ચમચીધાણજીરૂ
  25. સાંભાર ના વઘાર માટે
  26. ૧ ચમચીઅડદ દાળ
  27. ૧/૨ ચમચીરાઈ
  28. ૧/૨ ચમચીજીરૂ
  29. ૧૦ મીઠા લીમડા ના પાન
  30. ચપટીહિંગ
  31. ચમચો તેલ
  32. ચટણી માટે
  33. તાજુ શ્રીફળ
  34. ૧/૨ વાટકીદાળિયા ની દાળ
  35. લીલા મરચાં
  36. પા ઇંચ આદુ નો ટુકડો
  37. મીઠું સ્વાદાનુસાર
  38. ૧ ચમચીદહીં
  39. મીઠા લીમડા ના પાન
  40. ચટણી ના વઘાર માટે
  41. ૨ ચમચીતેલ
  42. ૧ ચમચીઅડદ દાળ
  43. ૧/૨ ચમચીરાઈ
  44. સૂકા લાલ મરચા
  45. લીમડા ના પાન
  46. ઈડલી માટે
  47. ઈડલી નું તૈયાર કરેલું ખીરું
  48. ચપટીહિંગ
  49. ૧.૫ ઇના નું પેકેટ
  50. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

1.30 કલાક
  1. 1

    સૌ પ્રથમ ઈડલી નું ખીરું તૈયાર કરવા માટે ઉપર મુજબ બધી સામગ્રી લઈ અલગ અલગ ૭ થી ૮ કલાક પલાળી દેવી.

  2. 2

    ત્યારબાદ ચોખા ને પ્રથમ મિક્સર મા પીસવા. ચોખા થોડા કની દાળ રાખવા.

  3. 3

    દાળ અને મેથી,સાબુદાણા,પૌવા ને પીસવા આ બધું એકદમ ફાઈન પિસવું.પછી ચોખા નું પીસેલું અને દાળ નું પીસેલું મિક્સ કરી આથો લાવવા માટે ૮ થી કલાક મૂકી દેવું.

  4. 4

    હવે સાંભાર માટે તુવેર ની દાળ કુકર મા બાફવા મૂકવી.પછી એક કડાઈ મા સાંભાર ના મસાલા ની શ્રીફળ અને મેથી દાણા સિવાય ની બધી સામગ્રી લઈ સુગંધ આવે ત્યાં સુધી ધીમા તાપે સેકવી.પછી ગેસ બંધ કરી મેથી દાણા ઉમેરી સેકવુ.ઠંડુ થાય એટલે તેમાં લાલ મરચું, ધાણાજીરું, હળદર બધું ઉમેરી પીસી લેવું પાણી નાખવું નહી.

  5. 5

    મસાલો પાઉડર જેવો પીસવો.એકદમ પાઉડર જેવો થાય જાય પછી શ્રીફળ અને પાણી ઉમેરી પેસ્ટ જેવું પીસવું.

  6. 6

    ત્યારબાદ ૧ કડાઈ માં સાંભાર ન વઘાર માટે તેલ મૂકી અડદ દાળ,રાઈ, જીરું, હિંગ,લીમડા ના પાન,સૂકા મરચાં બધું વઘારી ટામેટાં અને ડુંગળી ઝીણી સમારેલી વઘારો ચડી જાય પછી જે મસાલા ની પેસ્ટ તૈયાર કરેલ એ ઉમેરી હળવો પછી તેમાં બાફેલી દાળ અને મીઠું નાખી ઉકળવા દયો.છેલ્લે આંબલી ની પેસ્ટ નાખવી.

  7. 7

    ચટણી માટે બધી સામગ્રી લઈ મિક્સર માં વાટી લેવું.પછી તેમાં વઘાર કરવો.

  8. 8

    ઈડલી ના ખીરા ને બરાબર આથો આવી જાય એટલે તેમાં મીઠું,હિંગ,અને ઇનો નાખી બરાબર હલાવવું.અહી આપણે ખીરું થીક રાખવાનું છે પાણી નાખવાનું નથી.

  9. 9

    હવે ઈડલી ના કુકર મા નીચે પાણી મૂકી પ્રિ હિટ કરવા મૂકો. ઈડલી મોલ્ડ માં પાણી છાંટી ને ખીરું ભરો.અને પ્રિ હિટેડ કૂકરમાં ઈડલી મોલ્ડ માં સ્ટેન્ડ ને મૂકી ઉપરથી ઢાકન ઢાંકી પેલા ફૂલ ગેસ પર ૭ મિનિટ અને પછી ૩ થી ૫ મિનિટ ધીમા તાપે ઈડલી ચડવા દયો.

  10. 10

    ઈડલી ચેક કરવી એક ટૂથ પિક લઈ ઈડલી માં ભરાવી જોવું જો ટૂથ પિક લઈ ચોટેલું માં હોય તો સમજવું ઈડલી થઈ ગઈ છે.

  11. 11

    ઈડલી ને મોલ્દા થી કાઢવા એક વાટકા માં સાદું પાણી લઈ એક ચમચી પાણી માં બોલી અને ઈડલી ને મોલ્ડ માં ફરતી ફેરવી કાઢવી.તો ઈડલી આખી બહુ જ સરસ રીતે નીકળશે તૂટશે નહિ.

  12. 12

    ગરમા ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral
Hiral @hir252704
પર
A recipe has no soul. You as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

Similar Recipes