ઈડલી સાંભાર ચટણી (idli sambar chutney recipe in gujarati language)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#સુપરશેફ4
#week4
#રાઈસઅથવાદાળ
#માઇઇબુક
#પોસ્ટ29
આજે હું તમારી માટે સરસ મજાની ઈડલી સાંભાર ચટણીની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે અને હેલ્થ માટે પણ હેલ્દી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 થી 8 વ્યક્તિ માટે
  1. સાંભાર માટે :
  2. 1 નાની વાટકીતુવેર ની દાળ
  3. 1 નાની વાટકીમસૂર ની દાળ
  4. 1 નાની વાટકીમગ ની મોગર દાળ
  5. 1-2સમારેલી ડુંગળી
  6. 100 ગ્રામજેટલા મીક્સ વેજીટેબલ
  7. દૂધી નાનો કટકો સમારેલો
  8. 1-2સરગવાની શીંગ
  9. 100 ગ્રામલીલી ડુંગળી
  10. 1ટમેટું કાપેલું
  11. ઝીણી સમારેલી કોથમરી
  12. લીમડાના પાન સ્વાદ પ્રમાણે
  13. 1 ચમચીઆંબલી ની પેસ્ટ
  14. સંભારને વઘાર વા માટે
  15. 1 ચમચીરાઈ અને જીરું
  16. 1 ચમચીમેથીદાણા
  17. 1 ચમચીહળદર પાઉડર
  18. 1 ચમચીમરચું પાઉડર
  19. મીઠું સ્વાદ મુજબ
  20. 1 ચમચીસાંભાર મસાલો
  21. ઘી વઘાર માટે
  22. હિંગ સ્વાદ અનુસાર
  23. ઈડલી ના બેટર માટે :
  24. 3 વાડકીચોખા
  25. 2 વાડકીઅડદની દાળ
  26. મીઠું સ્વાદ અનુસાર
  27. 50 ગ્રામનારિયેળ નું ખમણ
  28. લીમડા ના પાન
  29. 2 નંગલીલા મરચા
  30. પાણી જરૂર મુજબ
  31. 1 વાટકીદહીં
  32. હિંગ સ્વાદ અનુસાર
  33. 10 ગ્રામઆખા મરી
  34. ચટણી માટે
  35. 1 ચમચીવરિયાળી
  36. 25 ગ્રામદાળિયા
  37. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કૂકરમાં તુવેર દાળ,મસૂર ની દાળ અને મગની મોગર દાળ ને પાણી થી સારી રીતે ધોઈ લો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરી સંભાર માટે ની દાળ ને બાફવા માટે મૂકો તેમાં બધા જ શાકભાજી ને પહેલા કાપી અને ધોઈ ને દાળ માં નાખો અને હવે તેમાં હરદળ મીઠું મરચું અને આદું મરચા અને લસણ ની પેસ્ટ સંભાર મસાલો નાખી ને કૂકર ની 3 થી 4 સીટી બોલાવી ને દાળ ને સરસ બાફી લો

  3. 3

    હવે સંભાર નો વઘાર કરવા માટે વઘારિયાં માં 2 થી 3 ચમચી ઘી લો અને તેમાં રાઈ જીરું અને સૂકુ લાલ મરચું નાખી ને હીંગ નાખી વઘાર કરો
    હવે સંભાર ને થોડી વાર બધા મસાલા ચડે ત્યાં સુધી ઉકળવા દો અને જરૂર પડે તો થોડું પાણી પણ નાખો અને બરાબર ઉકળી ગયા પછી ગેસ ને બંદ કરી દો.

  4. 4

    ઈડલી બેટર બનાવવા માટે:
    સૌપ્રથમ દાળ અને ચોખા ત્રણ-ચાર વાર ધોઈ અને છ થી સાત કલાક પલાળો હવે તેને મિક્સરમાં ગરમ પાણી નાખી ને એકદમ બારીક પીસી લો ત્યારબાદ તેને તડકે આથો આવે એવી રીતે મૂકો.

  5. 5

    ત્યારબાદ તે ખીરામાં એકદમ હલાવી ને મીઠું અને હિંગ નાખી ખૂબ ફીણવું તો ઈડલી સરસ થાય છે હવે ઈડલી મિક્સરને અડધા કલાક માટે ઢાંકી રાખો અડધા કલાક પછી મીઠું બેકિંગ સોડા નાખી હલાવો હવે ઈડલી સ્ટિમર વાસણને ગરમ કરી ઈડલી સ્ટિમ કરવા મુકો.

  6. 6

    નારિયેળ ની ચટણી બનાવવા માટે :
    નારિયેળ ની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષર જાર માં નારિયેળ નું ખમણ લો અને તેમાં દાળિયા લીલા મરચા લીમડો વરિયાળી અને આખા મરી નાખી દહીં નાખી ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને ચટણી જેવી પેસ્ટ તૈયાર કરો પછી એક બાઉલ માં કાઢી ને તેનો વઘાર કરો તેમાં રાઈ અને સૂકુ મરચું અને હીંગ નાખી તે વઘાર ને નારિયેળ ની ચટણી માં નાખો તો તૈયાર છે ચટણી પણ

  7. 7

    તો તૈયાર છે આપણું સાઉથ ઇન્ડિયન ઈડલી સંભાર ચટણી ne ગરમા ગરમ સર્વ કરવા માટે.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર

Similar Recipes