મગસ (Magas Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચણાનો ગગરો લોટ
  2. 400 ગ્રામઘી
  3. 2 ટેબલસ્પૂનજામ ખંભાળિયા ઘી
  4. 300 ગ્રામદળેલી ખાંડ
  5. 3 ટેબલસ્પૂનગરમ દૂધ
  6. 3 ટેબલસ્પૂનઘી ધાબો દેવા
  7. 1 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  8. 1 ટીસ્પૂનઈલાયચી દાણા
  9. 1 ટેબલસ્પૂનબદામની કતરણ
  10. 1 ટેબલસ્પૂનપિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાનો ગગરો લોટ લઈ એમાં ગરમ ઘી અને ગરમ દૂધ ઉમેરી મિક્સ કરી 10 મિનિટ ધાબો દહીં રહેવા દો. પછી લોટ ને હાથ વડે છૂટો કરો અને ઘઉં ચાળવાની ચારણી થી ચાળી લો

  2. 2

    હવે ગેસ પર એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ચાળેલો લોટ ઉમેરી ધીમે તાપે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લો. લાગભાગ 30 મિનિટ જેવો સમય થાય છે.

  3. 3

    હવે ગેસ બંધ કરી 10 મિનિટ પછી એમાં દળેલી ખાંડ,ઈલાયચી પાઉડર ઉમેરી સરસ રીતે મિક્સ કરો ત્યાર બાદ એક થાળી અથવા કેક ના ચોરસ ટીન માં ઘી થી ગ્રીસ કરો અને એમાં મગસ નું મિશ્રણ પાથરી ઠપ થપાવી ઠંડુ પાડવા દો. થોડા ઈલાયચી દાણા ભભરાવી દો

  4. 4

    હવે થોડું ઠારે પછી ઉપર ચમચી થી ઘી પાથરી ઉપર પિસ્તા અને બદામ ની કતરણ ભભરાવી ચોરસ કાપ પાડી ઠારવા દો પછી ઉપરનું બધુ ઘી ઠરી જાય પછી ટુકડા કરી ડબ્બામાં ભરી દો. ગમે ત્યારે મન થાય ત્યારે સર્વ કરો. આ મગસ 10 થી 15 દિવસ સારો રહે છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes