પાપડ પૂરી (ફાફડા) (Papad puri recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#ફૂકબુક
પાપડ પૂરી (ફાફડા) એ ગુજરાતની ખાસ કરીને કાઠિયાવાડની દિવાળી સ્પેશિયલ વાનગી છે. આમ તો આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે પરંતુ સૂકા હવામાનમાં આ વાનગી વધુ સરસ બને છે.
પાપડ પૂરી ને ફાફડા તરીકે પણ ઓળખવામાં આવે છે ચણાના લોટ અને અડદની દાળમાંથી બનતી આ વાનગીમાં પ્રોટીનનું પ્રમાણ સારું હોય છે તે ઉપરાંત તેને સીંગતેલમાં બનાવીએ તો તેમાંથી પણ પ્રોટીન સારું મળે છે. આ વાનગી પાપડ જેટલી પાતળી અને પૂરી જેવી ફરસી અને થોડી ફૂલેલી બનવાને કારણે તેને પાપડ પૂરી નામ આપવામાં આવ્યું છે. તો ચાલો આ કાઠિયાવાડનું પ્રસિદ્ધ ફરસાણ બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ બેસન (ચણાની દાળનો લોટ)
  2. ૫૦ ગ્રામ અડદની દાળનો લોટ
  3. ૧ ચપટીપાપડીયો ખારો
  4. ૧ ચમચીઅજમો
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    બેસનમાં શેકેલો પાપડીયો ખારો, અજમો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પાણીથી કઠણ લોટ બાંધવો.

  2. 2

    આ લોટને દસ મિનિટ રાખ્યા બાદ, એક દસ્તો લઈ તેના પર થોડું તેલ લગાવી લોટને ખાંડી લો જેથી લોટ થોડો નરમ થશે.

  3. 3

    હવે આ લોટના લુવા કરી પાટલા પર મોટી, પાતળી રોટલી જેવું વણી લો. પાપડ પૂરી જેટલી મોટી અને પાતળી કરવી હોય તેટલું પાતળું વણવું.

  4. 4

    હવે એક મોટી કડાઈમાં તેલ ગરમ મૂકી, હાઈ ફ્લેમ પર આ તૈયાર કરેલી પાપડ પૂરી તળી લો.

  5. 5

    પૂરીને તેલમાં નાખી તરત જ લઈ લેવી જેથી બળી ન જાય અને ફૂલેલી પણ સારી બને.

  6. 6

    તળીને તેને એક ચારણા માં લઈ લેવી, તેલ નીતરી જાય પછી તેને ડબ્બામાં ભરી લેવી.

  7. 7

    તો અહીંયા પાપડ પૂરી સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes